અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મોરબીની દુર્ઘટના અંગે શોકાંજલિ પાઠવતાં જસદણ ભાજપના યુવા આગેવાનો

મોરબીની દુર્ઘટના અંગે શોકાંજલિ પાઠવતાં જસદણ ભાજપના યુવા આગેવાનો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩૧
મોરબીમાં મચ્છુ હોનારતની કરૂણ યાદો જીવંત થઈ ઉઠે એવી અતિશય આઘાતજનક અને હચમચાવી મુકતી કરૂણ ઘટના ગત રવિવારના રોજ સાંજે બનેલ જેમાં મોતનું તાંડવ સર્જાયું હતું જેમાં જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરા તો હતભાગીઓને મદદરૂપ બનવા માટે મોરબી તાત્કાલિક અસરથી દોડી ગયેલ ત્યારે 
જસદણ ભાજપના યુવા આગેવાનો અલ્પેશભાઈ રૂપારેલિયા અને વિજયભાઈ રાઠોડએ મુતકોને શોકાંજલિ અર્પી હતી બન્ને આગેવાનોએ જણાવ્યું હતું કે આ સમાચાર દુઃખદાયી છે મુતકના આત્માને ઈશ્વર પરમ શાંતિ આપે અને તેમના પરિવારજનો પર આવી પડેલી અણધારી આફત સહન કરવાની પ્રભુ શકિત આપે એવી બન્ને યુવા આગેવાનોએ પ્રાથના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કરૂણ દુર્ઘટના અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી જેમાં મુતકો અને ઘાયલોને તાત્કાલિક અસરથી આર્થિક સહાય પણ આપવામાં આવી હતી.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું