જસદણના ચીફ ઓફિસરે હજું ચાર્જ પણ સંભાળ્યો નથી ત્યાં જ બરતરફ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૪
જસદણ નગરપાલિકામાં તાજેરમાં જ ધોરાજીથી બદલી પામીને આવેલ ચીફ ઓફિસર ચારુંબેન મોરી હજું જસદણ નગરપાલિકામાં ચાર્જ સંભાળે તે પહેલાં જ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ શબાના કુરેશી દ્વારા ભૂતકાળમાં કેશોદ ફરજ બજાવતા ત્યારે ૫૬ જેટલાં ગેરકાયદે બાંધકામોમાં ગેરરીતિની ફરિયાદના આધારે કાયમી ધોરણે બરતરફ કરતાં ફરી એકવાર જસદણ નગરપાલિકા કાયમી ચીફ ઓફિસરથી જોજનો દુર થઈ ગઈ છે
જસદણ નગરપાલિકામાં લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ગાડું ગબડી રહ્યું છે ત્યારે ચીફ ઓફિસરના બરતરફના સમાચારે જસદણના સ્થાનિક રાજકીય અને કર્મચારીવર્તુળોમાં ચર્ચા અને ચકચાર જાગી છે. અત્રે નોંધનીય છે કે ચીફ ઑફિસર ચારુંબેન મોરીએ વર્ષ ૨૦૧૩ માં કેશોદ નગરપાલિકામાં ૫૬ જેટલાં ગેરકાયદેસર બાંધકામોને મંજૂરી આપી દીધી હતી
આ બાંધકામોએ તો પાર્કિંગ માટે કોઈ જગ્યા છોડી નહોતી પણ સરકારનો રોડ પણ દબાવી દીધો હતો આ અંગે નગરપાલિકાના એક પ્રમાણિક સભ્યએ વાહનચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ ફરિયાદ કરી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News