WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વ્હોરા ધર્મગુરુ સાંજે સુરત શહેરમાંગુજરાત સરકારના ખાસ મહેમાન બનશે

વ્હોરા ધર્મગુરુ સાંજે સુરત શહેરમાં
ગુજરાત સરકારના ખાસ મહેમાન બનશે

હુસામુદ્દીન કપાસી દ્વારાજસદણ
તા.૨૯
 વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરુ) નામદાર ડો.સૈયદના અબુ જાફરુંસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) આજે સાંજના પોતાના અનુયાયીઓને મળવા ઉપરાંત પોતાનો ૮૦મો અને તેમના પિતા સમાજનાં બાવનમાં સદ્દગત ધર્મગુરુ બુરહાનુદ્દીન સાહેબની ૧૧૨મી જન્મજયંતિ અવસરે રતલામથી રેલ્વે દ્વારા સુરત સાંજે મોડી સાંજે પહોંચી ગુજરાત સરકારના ખાસ મહેમાન બનશે આ અંગે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દાઉદી વ્હોરા બિરાદરોમાં રુહાની આનંદ છવાયો છે.
સુરત પધારતા તાજદાર ડો.સૈયદના સાહેબ આગામી ૨૧ દિવસ સુધી સુરતમાં રોકાણ કરશે તેમનાં સાનિધ્યમાં નમાજ, જિયારત,દીદાર નિકાહ, સમૂહલગ્ન,મિસાક અને સેહરા જેવાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે જે અંગે સુરતની વ્હોરા સમાજની વિવિધ કમિટીઓ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
સમાજમાં જેમનો પડ્યો બોલ ઝીલાય એવાં વિશ્વલોકકલ્યાણકારી ડો.સૈયદના સાહેબ સુરત પધારવાના છે ત્યારે દેશ વિદેશથી પધારેલ વ્હોરા બિરાદરોની આજે સવારથી ભારે ચહલપહલ રહી હતી. 
અને કાલે સવારે નમાજ અને જિયારત માટે ડો. સૈયદના સાહેબ પધારશે. ત્યારે સુરતમાં હકડેઠઠ ભીડ જામશે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર જસદણ મોરબી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી ગોંડલ મહુવા વીંછિયા જૂનાગઢ પાલીતાણા સહિતના ગામોના વ્હોરા બિરાદરો સુરત દીદાર માટે આવે એવી સુરત દાઉદી વ્હોરા જમાતને ધારણા છે ખાસ કરીને આગામી દિવસોમાં માનવતાવાદી ડો. સૈયદના સાહેબના સાનિધ્યમાં સમૂહલગ્ન યોજાશે જેમાં અનેક યુગલો લગ્નજીવનના તાંતણે જોડાશે આ લગ્નમાં દાતાઓ દ્વારા કન્યાઓને ઘર ભરાય જાય એટલો કરિયાવર આપવાના હોવાનું જાણવા મળે છે.
 ડો. સૈયદના સાહેબના સુરત આગમનને લઈ હાલ તો વ્હોરા સમાજમાં રુહાની થનગનાટ પ્રવર્તી રહ્યો છે. 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો