અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં આજે સાંજે ગૌરવયાત્રા અંગે ભાજપમાં ભારે ઉત્સાહનો સંચાર

જસદણમાં આજે સાંજે ગૌરવયાત્રા અંગે ભાજપમાં ભારે ઉત્સાહનો સંચાર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૬
જસદણમાં આજે સાંજે ભાજપની ગૌરવયાત્રા આવવાની હોય તે અંગે ભાજપના આગેવાનો ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, આગેવાનો અશોકભાઈ મહેતા, ગજેન્દ્રભાઈ રામાણી,અલ્પેશભાઈ રૂપારેલિયા, ભરતભાઈ છાયાણી (બીબીસી) સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો, અને કાર્યકરો બહોળી સંખ્યામાં શહેરના તમામ વેપારી સહિતના નાગરીકોને આ યાત્રામાં જોડાય એવું આમંત્રણ આપવામાં આવ્યું હતું ભાજપની આ ગૌરવયાત્રાને લઈ ભાજપના તમામ કાર્યકરોને હૈયે હરખના ઘોડાપુર છલકાયા છે 
સાંજે ભાજપના ટોચના નેતાઓ સાથે આ ગૌરવયાત્રા ચોટીલાથી જસદણ તાલુકાનાં કમળાપુર ગામે આવશે ત્યાંથી પારેવાળા, બાખલવડ ગામેથી જસદણ શહેરના જુના માર્કેટયાર્ડમાં આવશે ત્યાં ભાજપના ટોપ થી બોટમ સુધીના હજજારો કાર્યકરો આ યાત્રાને ફૂલડે વધાવશે ત્યારબાદ ઉપસ્થિતોને કેન્દ્ર લેવલના ભાજપના નેતાઓ રાજ્યની ભાજપ સરકારે કરેલા વિકાસના કામોની સિધ્ધિની વાતો કરશે દરમિયાન જસદણ શહેરના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે જસદણ શહેરમાં કરોડો અબજો રૂપિયાના વિકાસના કાર્યો ભાજપની સરકારને કારણે બન્યાં છે તેનું અમે ગૌરવ અનુભવી રહ્યાં છે અને દરેક વિકાસના કાર્યોમાં રાજ્યની ભાજપ સરકારની સાથોસાથ તમામ સંગઠન અને સ્થાનિક ચૂંટાયેલા સદસ્યોનો પણ સહકાર વિશેષ રહ્યો છે શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આજે રવિવારે જસદણ આવનારી ગૌરવયાત્રાને આવકારી જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત દેશમાં અગ્ર હરોળ પર છે તેનું પ્રત્યેક ગુજરાતીઓ ગૌરવ લઈ રહ્યાં છે. આજે આવનારી ગૌરવયાત્રા અંગે ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે જસદણ સભા બાદ આ યાત્રા આટકોટ, વિરનગર, હલેન્ડા થઈ સરધાર રાત્રિ રોકાણ કરશે દરમિયાન જસદણમાં આજે સાંજે આવનાર આ ગૌરવયાત્રાને લઈ ભાજપના નાનાં મોટેરા કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર ફરી વળ્યો છે.
રિપોર્ટ: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું