જસદણમાં સુન્ની મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદની ભવ્યતાથી ઊજવણી કરી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૯
જસદણમાં ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર મુહમ્મદ મુસ્તુફા સાહેબ (સ. અ. વ.) ના જન્મદિનની ઊજવણી આજે રવિવારે જીજાનથી કરવામાં આવી હતી જેમાં શહેર અને તાલુકાભરનાં સુન્ની મુસ્લિમ સમાજના તમામ નાનાં મોટાં બિરાદરોએ તન, મન,ધનથી ભાગ લઈ પોતાની પયગમ્બર પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી
જસદણમાં છેલ્લાં બાર દિવસથી પયગમ્બર સાહેબની ૧૪૫૧મી જન્મજયંતિ મહોત્સવમાં વાએઝ, ન્યાજ, કુરાનખ્વાની, સલામી જેવાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઉપરાંત દરેક સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરોની વિવિઘ મસ્જિદો અને ઘરો દુકાનો મહોલ્લા સંસ્થામાં નયનરમ્ય રોશની કરવામાં આવેલ અને રવિવારે જન્મદિને વહેલી સવારે સમગ્ર સૃષ્ટિ પરના માનવતાના પયગમ્બર મુહમ્મદ મુસ્તુફા સાહેબને સલામી અર્પિત કરી
એક ભવ્ય ઝુલુસ કાઢવામાં આવેલ જે જસદણના વિવિઘ રાજમાર્ગો પર ફરી પયગમ્બર સાહેબના જન્મદિનને વધાવવામાં આવેલ હતો આ જુલુસમાં પ્રત્યેક સુન્ની મુસ્લિમ બિરાદરો જોડાય પયગમ્બર સાહેબને ગર્વભેર યાદ કર્યા હતા.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News