જસદણ વિધાનસભાની ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ થતાં હવે ગામેગામ તાવાની મૌસમ ખીલી ઉઠશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૫
જસદણ વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણી યોજાવાની તંત્ર દ્વારા દ્વારા ભારે કવાયત હાથ ધરવામાં આવી છે બીજી બાજું વિવિઘ રાજકીય પક્ષોના અને અપક્ષોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે પણ બીજીબાજુ હજું ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ દિવસ બાકી છે ત્યારે હજું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયાં બાદ ગામડે ગામડે ઉંધીયું ચાપડી પુરી શાક અને ગરમાગરમ ગાંઠિયા જલેબી બુંદી લાડવા જેવાં ખાણીપીણીની તાવા પાર્ટી હવે મૌસમ ખીલી ઉઠશે ગત ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં વધારે પક્ષો હોય ત્યારે દરરોજ કાર્યકરો તાવા પાર્ટીમાં પોતાના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેશે રાજકીય અનુભવીએ જણાવ્યું હતું કે આ વખતે જસદણ વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પક્ષો વધારે છે મતદારો પણ વધું છે ગત ચૂંટણીના હિસાબે આ વર્ષે મોંઘવારી પણ વધી છે ત્યારે ઉમેદવારો અને એમનાં સમર્થકોને નાસ્તા તાવાપાર્ટીનો ખર્ચ પણ વધી જશે રાજકીય પંડીતોએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાં સમર્થકો કાર્યકરો ઉમેદવારો સાથે ફોટો પડાવી આનંદ મળતાં હવે તેઓ રાત દિવસ સખત મહેનત કરે છે પોતાનો કિંમતી સમય પણ પરિવાર કરતાં વધું ફાળવે છે ત્યારે આ ચૂંટણીમાં સૌથી વધું નાસ્તા અને ચા તાવાપાર્ટીનો ખર્ચ રહે તે સ્વભાવિક છે.
હુસામુદ્દીન કપાસી જસદણ