અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયાના ભડલી ગામે ગાંજાનું જબરું વાવેતર ઝડપાયું

વિંછીયાના ભડલી ગામે ગાંજાનું જબરું વાવેતર ઝડપાયું

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિંછીયા પોલીસે ભડલી ગામની સીમમાં દરોડો પાડી કપાસના વાવેતર વચ્‍ચે ગાંજાનું જંગી વાવેતર પકડી પાડી ર૬.ર૮ લાખના ગાંજાના છોડ કબ્‍જે કરી કોળી શખ્‍સની ધરપકડ કરી હતી.

રાજકોટ રેન્‍જના  પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી તેમજ ના. પો. અધિ. કે. જી. ઝાલા, ગોંડલના માર્ગદર્શન મુજબ જીલ્લામાં એન. ડી. પી. એસ.ના કેસો શોધી કાઢવા અંગેની કામગીરી કરવા સુચના આપેલ હોય, જે અન્‍વયે વિંછીયા પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. આઇ. ડી. જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે જયંતી રાયસંગભાઇ વનાળીયા કોળી રહે. સનાળી તા. વિંછીયા પોતાની માલીકીની વેરાવળ (ભડલી) ગામની આલેસીયા સીમમાં આવેલ વાડીએ ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થ (ગાંજા)ના છોડનું વાવેતર કરેલ છે જેથી સદરહુ હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરતા ગાંજાના લીલા છોડ નાના-મોટા કુલ વજન ૩૭પ કિલો પ૦૦ ગ્રામ કિંમત રૂપિયા ર૬,ર૮,પ૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ. રૂા. પ૦૦ કુલ મુદામાલ રૂપિયા ર૬,ર૯,૦૦૦ સાથે જયંતી વનાળીયાની ધરપકડ કરાઇ હતી.
પકડાયેલ જયંતિએ પોતાની ૬ વિઘા જમીનામં ૪ વિઘાના કપાસના વાવેતર વચ્‍ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું. આ અંગે વીંછિયા પોલિસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ નવું વધુ જૂનું