અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં રાહુલગાંધીની સભામાં દાઉદી વ્હોરા બહેનો ઉમટી પડી

રાજકોટમાં રાહુલગાંધીની સભામાં દાઉદી વ્હોરા બહેનો ઉમટી પડી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૧
ગુજરાતભરમાં આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી લઈને નેતાઓ અને નેતીઓ પોતાનાં પક્ષનો પ્રચાર પ્રસારમાં કાર્યરત છે ઉમેદવારો જંગ સફળ બને તે અંગે લખલૂટ વહાવી રહ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં રવિવારે સભાઓ ગજવી ગયાં અને હજું આવવાનાં છે ત્યારે આજે રાહુલગાંધી રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધી હતી જેમાં શાંતિદૂત તરીકે જાણીતા દાઉદી વ્હોરા સમાજની બહેનો બહોળી સંખ્યામાં જોડાય હતી તેમણે જણાવ્યું હતું કે લોકો મોંઘવારી અને બેરોજગારી રીતસરના ત્રાસી ગયાં છે ભાજપએ આટલાં વર્ષોમાં લોકોનું જીવન એક ખરાં અર્થમાં દુઃખદાયક બનાવી નાખ્યું છે બજારમા જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદ કરવાં જઈએ છીએ ત્યારે બે હજારની નોટનું કંઈ આવતું નથી જ્યારે સામે છેડે બે હજાર રૂપિયાની કમાણી પણ થતી નથી ત્યારે જીવનગુજારો કરવાનું દુષ્કર બની રહ્યું છે કૉંગ્રેસના બહેનોએ જણાવ્યું હતું કે એક બાજુ સરકાર વિવિઘ ટેક્સ ઉઘરાવે છે બીજી બાજું જ્ઞાતિ જાતિના વિવિઘ વેરાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે
 ગુજરાતભરના ગરીબો મોંઘવારી, બેરોજગારી અને વિવિઘ વેરાઓથી ગરીબો વધું ગરીબો બની રહ્યાં છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું