આટકોટ પો.સ્ટે. વિસ્તારના મોટાદડવા ગામેથી દસ જુગારીઓને ગંજીપતાના પાના વડે જુગાર રમતા રોકડા રૂ. ૩,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૭૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રૂરલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા પો. સબ ઇન્સ. એચ.સી. ગોહિલ તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા નાઓના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ એલ.સી.બી સ્ટાફ સાથે કોમ્બીંગ ના.રા.માં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા પો. સબ ઇન્સ. એચ.સી. ગોહિલ નાઓને મળેલ હકિકત આધારે આટકોટ પો.સ્ટે. વિસ્તાર હેઠળ આવેલ ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે, કાનપર રોડ, શક્તિ પ્લોટમાં આવેલ ભરતભાઇ મનજીભાઇ પરમાર રહે- મોટાદડવા ગામ તા. ગોંડલ જી. રાજકોટ વાળાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પ્રભાતભાઇ જયતાભાઇ ડાંગર રહે- મોટાદડવા ગામ તા. ગોંડલ જી,રાજકોટ તથા મહેશભાઇ પ્રભાતભાઇ રાઠોડ રહે- મોટાદડવા ગામ તા, ગોંડલ વાળા મારફતે બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી પૈસા પાના વતી તીન પત્તીનો નસીબ આધારીત હારજીત નો જુગાર રમી રમાડતા હોય જુગારનો અખાડો પકડી પાડી હારજીત નો જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂ.૩,૫૦,૦૦૦/- તથા ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- તથા નવ મોબાઇલ ફોન કિ.રૂ. ૨૯,૫૦૦/- તથા બે ફોર વ્હીલ વાહન કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- સાથે મળી કુલ કિ.રૂ.૧૦,૭૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) ભરતભાઇ મનજીભાઇ પરમાર જાતે- લુહાર ઉ.વ. ૪૬ રહે- મોટાદડવા ગામ, કાનપર રોડ તા. ગોંડલ (૨) મહેશભાઇ પ્રભાતભાઇ રાઠોડ જાતે- આહિર ઉ.વ. ૩૯ રહે- મોટાદડવા ગામ, ખોડીયાર પરા તા. ગોંડલ (૩) હરેશભાઇ પ્રભાતભાઇ રાઠોડ જાતે- આહિર ઉ.વ. ૩૫ રહે- મોટાદડવા ગામ, ખોડીયાર પરા તા. ગોંડલ (૪) સરફરાજભાઇ અબ્દુલભાઇ દલ જાતે- સંધી મુસ્લીમ ઉ.વ. ૨૯ રહે- વીજપડી ગામ, ચીખલી રોડ, શેરી તા. જેસરવી.ડી.નગદીયા હાઇસ્કુલની બાજુમાં ભાડેથી તા. સાવરકુંડલા જી.અમરેલી (૫) જયેશભાઇ બાલાભાઇ ચૌહાણ જાતે- કોળી ઉ.વ. ૩૦ રહે- જેસર, બસ સ્ટેશન પાસે, જોગી
(૬) વિરાજ ઉર્ફે ટેગો કિશોરભાઇ ચાવડા જાતે- કારડીયા રજપુત ઉ.વ. ૩૧ રહે- લાઠી, દરબારી ચોક, સ્વેતા પાટી હાલ- જસદણ, ખાનપર ચોકડી, ધરતી હાઇટ્સ બ્લોક નં ૪૦૧
(૭) વિક્રમભાઇ કાળુભાઇ ચાવડા જાતે-આહિર ઉ.વ. ૩૩ રહે- કુંકાવાવ ઘનશ્યામનગર તા. વડીયા જી.અમરેલી (૮) સંજયભાઇ નગીનભાઇ જીજુવાડીયા જાતે વાણીયા ઉ.વ. ૫૧ રહે- અમરેલી, લાઠી રોડ, ગોકુલધામ સોસાયટી શેરી નં.૨ જી.અમરેલી
(૯) રાજેશભાઇ અરજણભાઇ ગરણીયા જાતે- આહિર ઉ.વ. ૪૭ રહે- વીંજીવડ ગામ, ગોંદરામા તા. ગોંડલ (૧૦) વેલજીભાઇ આતુભાઇ મેવાડા જાતે- ભરવાડ ઉ.વ. ૩૯ રહે- ગારીયાધાર, વીરડી રોડ, શક્તિ પ્લોટ તા.
ગારીયાધાર જી.ભાવનગર
પકડવા પર બાકી આરોપી-
પ્રભાતભાઇ જયતાભાઇ ડાંગર રહે- મોટાદડવા ગામ તા. ગોંડલ જી.રાજકોટ
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News