કાલે સૌરાષ્ટ્રના પ્રવાસે આવતાં વડા પ્રધાન મોદીને આવકારતાં ભાજપના વિજય રાઠોડ
હાલ સૌરાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે નેતાગણ પાસે બિલકુલ સમયનો અભાવ છે ત્યારે આવતીકાલે રવિવારે દેશનાં ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવા આવી રહ્યાં છે ત્યારે જસદણ ભાજપ યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને જીઆઇડીસી એસોસીએશનના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ (મો.9601555555) એ મોદીજીને આવકાર આપ્યો છે નરેન્દ્રભાઈ મોદી રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જાહેરસભા સંબોધન કરશે હાલ તો દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનના પગલે ભાજપના તમામ સંગઠન કાર્યકરોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352