અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શહેરના નાનામવા રોડ 20 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, રૂમમાંથી મળી સ્યુસાઇડ નોટ

રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી શિતલ ખીમજી પારઘી નામની 20 વર્ષીય યુવતીએ આજે સવારના સમયે પોતાના ઘરે ઉપરના માળે આવેલા રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી.પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

શિતલના પિતા મહાનગ૨પાલીકાના રોશની વિભાગમાં હેલ્પ૨ તરીકે ફ૨જ બજાવે છે. આજે સવા૨ના સમયે કપડા ધોઈ શિતલએ તેની નાની બહેનને કહ્યું કે, હું કપડા સુકવવા ઉપ૨ જાઉં છું. ત્યા૨બાદ એક કલાક જેટલો સમય વીતી ગયા છતાં શિતલ નીચે ન આવતા નાની બહેન આ૨તી ઉપ૨ના રૂમમાં જોવા ગઈ હતી. ત્યાં શિતલનો મૃતદેહ લટક્તો જોઈ બુમાબુમ કરી હતી. ત્યા૨બાદ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા.


રૂમમાંથી એક સ્યુસાઈડ નોટી મળી

108ને જાણ ક૨તા 108ના ઈ.એમ.ટી. અને માલવીયાનગ૨ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને શિતલના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. શિતલ સ્વભાવથી જ તામસી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેમજ જે રૂમમાં પગલું ભર્યુ ત્યાંથી એક સ્યુસાઈડ નોટી મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, મારા આ પગલાં પાછળ પરિવારનું કોઈ વ્યક્તિ જવાબદા૨ નથી. જોકે, સત્યકા૨ણ જાણવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ નવું વધુ જૂનું