અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે અંદરોઅંદર માથાકૂટ થઈ હતી, જેમાં 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા લાલજીભાઈ મૈયાભાઈ સુસરા(ઉ.વ.૩૩) એ હુમલા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

જેમાં આરોપીઓ તરીકે તેના મોટાભાઈ વેલાભાઈ મૈયાભાઈ સુસરા અને ભત્રીજા પારસ વેલાભાઈ સુસરાના નામ આપ્યા હતા.

વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાડીએ પાણીના વારા બાબતે મોટાભાઈ વેલાભાઈએ તેમની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપી ધારીયા વડે હુમલો કર્યો હતો. 

આ હુમલામાં પીડિત ભાઇને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને મોટાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

તેમજ ભત્રીજા પારસે પણ આ હુમલામાં મદદગારી કરી હતી. વિંછીયા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વધુ નવું વધુ જૂનું