: 2020 મા લોકડાઉનના પ્રતાપે આપણે ખુબ હેરાન પરેશાન થયા આપણને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે ફાંફા પડી ગયા હતા .તે વખતે અમુકને ઘરમાં અનાજ ખુટી જતા ભોજનની તકલીફ પણ પડી હતી અરે ભુખને કારણે મુત્યુ થવાના કિસ્સા પણ નોંધાયા હતા .
તે વખતે કેન્દ્ર સરકારે દરેકને રેશનિગ કાર્ડ પર મફત અનાજ યોજના શરૂ કરી હતી તે વખતે કબુલ કરવું પડશે કે આ મફત અનાજ યોજના આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી .
એ પછી આ ટેમ્પરરી યોજના ચૂંટણી અને મતના રાજકારણને લીધે 3 મહિના લંબાવવામાં આવી પછી ધીમે ધીમે આ યોજનાની મુદ્દત લંબાતી ગઈ.હવે હજુ એક વરસ આ મફત અનાજ યોજના ચાલુ રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે
અહીં 85 કરોડ જનતાને મફત અનાજ આપવું પડે છે એ વિકાસ પ્રગતિની નિશાની તો કહી શકાય નહી.આ 85 કરોડ પ્રજાનું જીવનધોરણ ક્યારે ઊંચું આવશે ? શુ આ લોકોને હંમેશા મફત અનાજ આપવું પડશે? આ 85 કરોડ પ્રજા ક્યારે મહેનત કરી આગળ આવશે? દેશની 60 ટકા આબાદી મફત અનાજ યોજનાનો લાભ લેતી હોય એ કઈ સારી વાત કહેવાય નહી?.
આપના દેશમાં દર વરસે સરકારી અનાજના ગોડાઉનમાં લાખો ટન અનાજ સડી જાય છે બીજી બાજુ 25 કરોડ પ્રજાને માત્ર એક સમય સમયસર ભોજન મળે છે
સરકારી ગોડાઉનમાં અનાજ બગડવા માટે સરકાર હવામાનને જવાબદાર ગણાવે છે આપને હજુ સરકારી ગોડાઉનમાં અનાજનો સંગ્રહ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી શક્યા નથી એ એક હકીકત છે .
અનાજ બગડતું અટકાવી શકાય છે કેટલીક વખત અચાનક વરસાદ પડી જતા ખુલ્લામાં રાખેલો અનાજનો જથ્થો સડી જાય છે ઉદરોનો પણ બહુ મોટો ત્રાસ હોય છે હજારો કિલો અનાજ બગાડે છે ગોડાઉનમાં જમા અનાજનું સમયસર ચેકીંગ પણ થવું જોઈએ ભેજ ના લાગે એ માટે લાકડા વાંસના ટુકડા પોલીથીનનો ઉપયોગ કરવો જોઈએ .
2019 -2020 માં દેશમાં જે રાજ્યોમાં સૌથી વધુ અનાજ સડ્યું હોય એમાં આપનું ગુજરાત મોખરે છે 2019 -2020માં 694 ટન ઘઉ ચોખા સડી ગયા હતા આ અનાજ જો આપને બચાવી શક્યા હોત તો કોરોના વખતે ઘણા બધાના જીવન બચાવી શક્યા હોત
સરકારી ગોડાઉનમાં ઘઉનો સ્ટોક છેલ્લા 8 વરસમાં સૌથી ઓછો સ્ટોક છે આપણા ગુજરાતમા જ છેલ્લા 5 વરસમાં 734 ટન એટલે કે 7.74 લાખ કિલો ઘઉ ચોખા સડી જતા તેને ફેંકી દેવાની નોબત આવી છે આ જે અનાજ સડી જતા ફેંકી દેવાયું છે એની બજાર કિંમત આશરે 35 કરોડ રૂપિયા થવા જાય છે
આવું એક વરસ નહીં દર વરસે થાય છે 2016 - 2017 માં 116 ટન 2017 - 2018 માં 6 ટન 2018 - 2019માં 19 ટન 2019 - 2020 માં 694 ટન 2020 - 2021 માં 35 ટન અને 2021 - 2022માં 21 ટન અનાજ સડી ગયું હતું
આપની કમનસીબે પ્રજાને ભરણપોષણ માટે અનાજ મળતું નથી ને સરકારી ગોડાઉનમાં લાખો રૂપિયાનું અનાજ સડી જાય છે છે તમારી પાસે આનો કોઈ સચોટ ઉપાય
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
News