દેશના પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો કાલે જન્મદિન: જસદણના પ્રથમ નાગરિકએ શબ્દાંજલી પાઠવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભારતના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો કાલે રવિવારે જન્મદિન છે આ અનુસંધાને જસદણના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ વાજપેયજીને શબ્દાંજલિ પાઠવી જણાવ્યું હતું કે
રાજકીય ઈતિહાસમાં અટલ બિહારી વાજપેયીનું સંપૂર્ણ વ્યક્તિત્વ શિખર પુરુષ તરીકે નોંધાયેલુ છે. તેમની ઓળખ એક કુશળ રાજનીતિજ્ઞ, પ્રશાસક, ભાષાવિદ્દ ,કવિ, પત્રકાર, તથા લેખક તરીકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં ઉછરેલા અટલજી રાજનીતિમાં ઉદારવાદ અને સમતા તથા સમાનતાના સમર્થક ગણાય છે.
તેમણે રાજનીતિને દળગત અને સ્વાર્થની વૈચારિકતાથી અલગ હટીને અપનાવી અને જીવનમાં ઉતારી. જીવનમાંમ આવનારા દરેક વિષમ પરિસ્થિતિઓ અને પડકારોને સ્વીકાર્યા. નીતિગત સિદ્ધાંતો અને વૈચારિકતાની ક્યારેય કત્લેઆમ થવા દીધી નહીં. રાજનીતિક જીવનનાં ઉતાર ચઢાવમાં તેમણે આલોચનાઓ થવા છતાં પોતાના પર સંયમ જાળવી રાખ્યો હતો. તેથી તેમના જન્મદિને કરોડો દેશવાસીઓ ગર્વ કરી રહ્યાં છે એમ જસદણ નગરપાલિકાના પ્રમુખએ જણાવ્યું હતું.
Tags:
News