અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બીજા મોહંમદ રફી સાહેબ આપણને મળશે કે નહી ?

આજે આપની ફિલ્મોમાં 5 /7 ગીતો સામાન્ય રીતે હોય છે થિએટરની બહાર નીકળતા આપને બધા ગીતો ભુલી જઈએ છીએ કદાચ કોઈ એકાદ ગીતની એકાદ પંક્તિ યાદ હોય તો એનું આયુષ્ય પણ 2/4 દિવસનું જ હોય છે પણ બોલીવુડમાં એવા ધુરંધર ગાયકો હતા ( હા હતા) જેમના ગાયેલા ગીતો આજે 60 વરસ પછી પણ સીનેરસિકોના મન મગજમાં તાજા છે અરે 1950 માં આવેલી નૌશાદ સાહેબના સુમધુર સંગીતવાલી બેજુ બાવરાના ગીતો આજે પણ 2022 માં રેડીઓ પર સાંભળવા મળે કે આપના ઘરે સાંભળીએ તો કાનોમાં મનમસ્તિષ્કમાં મધુર રસનો અનુભવ થાય છે અજરાઅમર ગીત ઓ દુનિયા કે રખવાલેને હરફન મૌલા રફી સાહેબ સીવાય કોણ ન્યાય આપી શકે.

1924ની 24 મી ડિસેબમરે જન્મેલા રફીસાહેબે 40 વરસ સુધી ગીતોની મહેફિલ સજાવી હતી .
રફીસાહેબ પડદા પર 1945 ની લેલા મજનુમા તેરા જલવા જીસને દેખાયા હતા.
રફીસાહેબ ફિલ્મી દુનિયામાં હોવા છતાં શરાબ સિગારેટને હાથ લગાડતા નહોતા સમયસર નમાજ પણ પડતા હતા 
શક્તિ સાંમતની આરાધનાના ગીતોનું રેકોર્ડિંગ ચાલતું હતું તે વખતે રફીસાહેબને હજ પઢવાનું શરફ મળ્યું .રફીસાહેબ એસ.ડી.બર્મનને વાત કરી હજ પઢવા નીકળી ગયા હતા તે વખતે આર.ડી.બર્મન પિતાના મદદનીશ તરીકે કામ કરતા હતા રફીસાહેબની ગેરહાજરીમાં આર.ડી ના આગ્રહથી એસ ડી એ આરાધનાના બાકી ગીતો કિશોરકુમારને ગાવા આપ્યા ફિલ્મનું ગીત મેરે સપનોકી રાની કબ આયોગી હીટ થતા કિશોરકુમારનો સિતારો ચમકી ઉઠ્યો હતો .
મનમોહન દેસાઈની બ્લોક બસ્ટર અમર અકબર એનથનીનું ગીત હમકો તુમસે હો ગયા હે પ્યાર ક્યાં કરે એક માત્ર એવું ગીત છે કે જેમાં આપના 3 મહારથી ગાયકો રફીસાહેબ મુકેશ અને કિશોરકુમાર એક જ ગીતમાં સાથે અવાજ આપ્યો છે 
કે આસીફની યાદગાર ફિલ્મ મુગલે આઝમમાં યે મોહબત ઝીંદાબાદમાં 100 વ્યક્તિઓના કોરસ સાથે રફીસાહેબે અણમોલ ગીત ગાયું છે 
રફીસાહેબ તમામ ગીતો ગાઈ શકતા હતા પ્રણય ગીતો અભી ના જાઓ છોડકર કે દીલ અભી ભરા નહીં.ભજન મન તડપત હરી દર્શન હોય કે ઉદાસ મુડવાલુ ગીત દિન ઢલ જાયે રાત ના જાયે હોય કે તોફાની ગીત ચાહે કોઈ મુજે જંગલી કહે હોય મસ્તીભર્યા ગીતો હોય આસમાન સે આયા ફરિશ્તા હોય કે ભક્તિ ગીત અલ્લાહ તેરો નામ હોય કે પ્રેમિકાની તારીફ કરવાની હોય ચોદવી કા ચાંદ હો હોય કે દેશભક્તિના વીર ગીત યે દેશ હે વીર જવાનો કા હોય કે પ્રાર્થના ઈશ્વરનું મહત્વ સમજાવતું નયા દોરનું આના હે તો આ રાહ મેં કુછ ફેર નહીં હોય સમાજ સામે આક્રોશ હોય યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યાં હે હોય કે આપની એકતા ભાઈચારાનું મહત્વ સમજાવતું તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા હોય દેશભક્તિનો જુસ્સો જગાડતું ગીત અપની આઝાદી કો હમ હરગીઝ મિટા શકતે હોય કે વિરહ ગીત દોનો ને કિયા થા પ્યાર મગર હોય રફીસાહેબ દરેક ગીતોમાં જમાવટ કરતા હતા કેટલીક યાદગાર કવ્વાલીમાં પણ રફીસાહેબે પ્રાણ પૂર્યો છે શિરડીવાલે સાંઈબાબા આપણને બે ઘડી રોકી લે છે આયા રે ખીલોનાવાલા ખેલ કે યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહીં હોય રફીસાહેબ સીવાય બીજા ચાલે જ નહી 
ભારતભૂષણથી માંડીને અમિતાભ સુધીના સુપર સ્ટારોને રફીસાહેબ કંઠ આપ્યો છે ધર્મેન્દ્રની આસપાસ ફિલ્મનું ગીત મૃત્યુના ચાર કલાક પહેલા રફીસાહેબે ગાયું હતું જે રફીસાહેબનું આખરી ગીત બન્યું હતું 
શબ્બીર કુમાર અનવર સુરેશ વાડકર સોનુ નિંગમ મોહમદ અઝીઝ રફી સાહેબની થોડો સમય નકલ કરી ખોવાઈ ગયા આજે 44 વરસ પછી પણ રફીસાહેબની જગ્યા કોઇ ભરી શક્યું નથી દુરદુર સુધી કોઈ શકયતા પણ દેખાતી નથી શુ આપણે બીજા રફીસાહેબ ક્યારેય નહીં મળે?
તુમ મુજે યુ ભુલા ના પાયોગે ગાનાર રફીસાહેબને જન્મદિવસે દેશવિદેશમાં વસતા ચાહકો તરફથી કોટી કોટી વંદન
અબ્બાસભાઈ કૌકાવાલા.
સુરત
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો