અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

હીરાબાની અંતિમ સંસ્કારની વિધિ શરૂ, મોદી પરિવાર માતાની વિદાયમાં ભાવુક થયો

હીરાબાની અંતિમ સંસ્કારની વિધિ શરૂ, મોદી પરિવાર માતાની વિદાયમાં ભાવુક થયો

  • હીરાબા શ્વાસની તકલીફને કારણે મંગળવારથી હોસ્પિટલમાં દાખલ હતાં
  • મોદીએ અંતિમ શીખ યાદ કરી-કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી
  • મોદીએ ટ્વીટ કરી કહ્યું- એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં ...

હીરાબાની અંતિમ સંસ્કારની વિધિ શરૂ, મોદી પરિવાર માતાની વિદાયમાં ભાવુક થયો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલીસવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યારપછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.

  1. શંકર સિંહ વાધેલા મોદી પરિવાર સાથે સ્મશાન પહોંચ્યા હતા. અહીં તેમના મોદી સાથેના લાગણીભર્યા સંબંધો દેખાયા હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચ્યા
  • સ્મશાન તરફ આવવા જવાના રસ્તાબંધ કરાયા
  • એસપી કક્ષાના અધિકારીઓ સહિતનો પોલીસ બંધોબસ્ત ગોઠવાયો
  • મેયર પણ પોહંચ્યા તેમણે જાતે રસ્તા સાફ કરાવ્યા
  • સામાન્ય માણસો માટે આવવા જવાની એન્ટ્રી પર પ્રતિબંધ
  • સ્માશાન સુધીનો અડધો કિમીનો રસ્તો દોરીથી બાંધી દેવામાં આવ્યો છે જેથી વચ્ચે કોઈ આવી ના શકે
  • આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

હીરાબાની અંતિમ સંસ્કારની વિધિ શરૂ, મોદી પરિવાર માતાની વિદાયમાં ભાવુક થયો


પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું - એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

તેમણે અમદાવાદમાં યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની એક અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી હતી. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી.

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચાર મળ્યા ત્યારથી ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ 3.50 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ અને સાંજે 4 વાગ્યે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન.મહેતાએ બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું હતું. તેમજ હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે હીરાબાને મળવા સોમાભાઈ મોદી યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં હીરાબાના ખબર અંતર પૂછી થોડો સમય રોકાયા બાદ તેઓ રવાના થયા હતા.

હીરાબાના નિધનના સમાચાર જાણ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો.

વધુ નવું વધુ જૂનું