અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં રવિવારે વિનામૂલ્યે હાડકા અને સાંધાના રોગનો નિદાન કેમ્પ અને મહા રકતદાન શિબિર યોજાશે

જસદણમાં રવિવારે વિનામૂલ્યે હાડકા અને સાંધાના રોગનો નિદાન કેમ્પ અને મહા રકતદાન શિબિર યોજાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા.૨૫ ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરના એક વાગ્યાં સુધી હીરપરા પરિવાર ગરબા મંડળ અને કૈરવીબેન ચનાભાઈ હીરપરાના સહયોગથી હાડકા અને સાંધાના રોગોનો એક વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાશે 
જેમાં સૌરાષ્ટ્રમાં હજજારો દર્દીઓને સડસડાટ દોડતાં કરનારા રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. ચિરાગ પરસાણા ખાસ ઉપસ્થિત રહી હાડકા અને સાંધાના તમામ દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરી નિદાન કરી આપશે આ માટે દરેક દર્દીઓએ પોતાનાં નામો મો.6352197312 મો.6352481121 ઉપર નોંધાવવા ખાસ જરૂરી છે
 જસદણ શહેરના ચિત્તલિયાકુવા રોડ પર આવેલ હીરપરા પરિવારની આ વાડીમાં આ કેમ્પની સાથોસાથ સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રકતની પડતી જરૂરીયાત સામે જસદણના સેવાભાવી યુવાન સ્વ રીકીભાઈ નટવરલાલ હીરપરાની યાદમાં તેમનાં પરિવારજનો, સગા સ્નેહીઓ, અને મિત્રોએ મહા રકતદાન શિબિર આજ દીવસે અને આજ સમયે યોજી છે જેમાં રક્તદાતાઓને ઊમટી પડવા હાકલ કરાય છે જસદણમાં રવિવારે હાડકા અને સાંધાના રોગનો નિદાન કેમ્પ અને મહા રકતદાન શિબિર આ બંને સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવતાં અનેક લોકોને આનો લાભ મળશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું