અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયાના અમરાપુર ગામે બાળકને પતાવી દઇ લાશ ડેમમાં ફેંકી દેનાર હરેશ બે દિ'ના રિમાન્‍ડ પર

વિંછીયાના અમરાપુર ગામે બાળકને પતાવી દઇ લાશ ડેમમાં ફેંકી દેનાર હરેશ બે દિ'ના રિમાન્‍ડ પર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિંછીયાના અમરાપુર ગામે એક તરફી પ્રેમમાં પાગલ શખ્‍સને  મળવાની ના પાડતા પરીણીતાના ૪ વર્ષના  પુત્રનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દેનાર શખ્‍સને કોર્ટે બે દિવસના રિમાન્‍ડ પર  સોંપવા હુકમ કર્યો છે.
મળતી માહીતી મુજબ વિંછીયાના અમરાપુર ગામે નણંદને ત્‍યાં લગ્નમાં આવેલ બોટાદના સરવા ગામની પરીણીતા સુમીતાબેન બુધાભાઇ અણીયારાના ૪ વર્ષના ગુમ થઇ જતા વિંછીયા પોલીસને જાણ કરાતા પીએસઆઇ આઇ.બી.જાડેજા તથા ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતા આ બાળકનું અપહરણ કરનાર હરેશ ભોપાભાઇ ગાંભડીયા (રહે. વીરવા, તા.જી. બોટાદ)ને ગણતરીના કલાકોમાં પકડી પાડી પુછપરછ કરતા તેણે જ બાળકનું અપહરણ કરી, મોઢે ડુચા સાથે ગળાટુંપો દઇ હત્‍યા કરી લાશ બોટાદના શેઇડા ગામના ડેમમાં ફેંકી દીધાનું કબુલાત આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ડેમમાંથી બાળકની લાશ બહાર કાઢી હતી.

દરમિયાન પકડાયેલ હરેશ ગાંભડીયાએ  એવી કબુલાત આપી હતી કે પોતે જેની હત્‍યા કરી તે બાળકની માતા સુમીતાબેનને એકતરફી પ્રેમ કરતો હતો. અને અવારનવાર સુમીતાબેનને આંતરી પ્રેમસબંધ રાખવાની માંગણી કરી હેરાન કરતો હતો. સુમીતાબેન અમરાપુર લગ્નમાં ગયાની જાણ થતા ત્‍યાં પાછળ ગયો હતો અને સુમીતાબેનને મળવા આવવાનું કહેતા તેણે ના પાડતા પોતે ઉશ્‍કેરાઇ જઇ તેના માસુમ પુત્ર પ્રકાશ (ઉ.વ.૪)નું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પકડાયેલ હરેશને રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બે દિ'ના રીમાન્‍ડ મંજુર કર્યા હતા. વધુ તપાસ પીએસઆઇ જાડેજા ચલાવી રહયા છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું