WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયાના રેવાણિયા ગામની યુવતિ સામે પ્રેમીની ફરીયાદ મારી સાથે લગ્ન નહીં કરે તો બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરવા નહીં દઉં

વિંછીયાના રેવાણિયા ગામની યુવતિ સામે પ્રેમીની ફરીયાદ મારી સાથે લગ્ન નહીં કરે તો બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરવા નહીં દઉં



લીંબડી શહેરના વચલાપરા વિસ્તારમાં રહી સિવિલ હોસ્પિટલમાં ર્નસિંગ સ્ટાફમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા જયેશ દયારામભાઈ ડાભીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે વિંછીયા તાલુકાના રે વાણિયા ગામે રહેતી યુવતિ લીંબડી સરકારી હોસ્પિટલમાં એએનએમ તાલીમ શાળામાં અભ્યાસ કરવા આવી હતી. તે સમયે અમારા બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ફોન નંબરની આપલે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટયા હતા. સમય જતાં જયેશને જાણવા મળ્યું કે તેણી અન્ય પુરૂષો સાથે પણ સંબંધો ધરાવે છે. જેથી જયેશે સંબંધ પૂર્ણ કરી દીધો હતો.


છતાંય તેણી લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ બન્ને અલગ-અલગ જ્ઞાતિના હોવાથી જયેશે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. લગ્નની ના પાડતા તેણી ગુસ્સે ભરાઈ હતી. તેણીએ જયેશને ધમકી આપી હતી કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું બીજી કોઈ છોકરી સાથે તારા લગ્ન થવા નહીં દઉં. તને સમાજમાં બદનામ કરી નાખીશ. પોલીસ કેસમાં ફસાવી દઈશ.


બીજી તરફ સોશિયલ મીડિયા પર જયેશ અને તેના બહેન શારદી ડાભીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. એન્કાઉન્ટ બનાવી જયેશ અને તેના એડિટિંગ કરેલા ફોટા અપલોડ કર્યા હતા. સાથે જ સગા, સંબંધી, મિત્રોના ફેસબુક પર બન્નેના ફોટા તથા અપશબ્દો લખીને વાયરલ કર્યા હતા. જેના કારણે જયેશ ડાભીની સાથે અનેક લોકોની બોલાચાલી પણ થઈ હતી. ફેક એકાઉન્ટના કારણે જયેશને અનેક લોકો મેથીપાક પણ ચખાડતા હતા. આમ પૂર્વ પ્રેમિકાના કારસ્તાનથી કંટાળીને જયેશ ડાભીએ લીંબડી પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો