જસદણ બેઠકની મત ગણતરી પૂર્વે મતદારોમાં ભારે ઉત્તેજના
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ વિધાનસભા બેઠક માટે મતગણતરી આવતીકાલ તારીખ ૮ને ગુરૂવારે સવારે આઠ કલાકે કણકોટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટના આઇસી બિલ્ડિંગના પહેલા માળે યોજાશે. જસદણ બેઠક માટે કુલ ૧૯ રાઉન્ડમાં મત ગણતરી યોજાશે. એક સાથે કુલ ૧૪ ટેબલ ઉપર મતગણતરી શરૂ થશે. જસદણ વિધાનસભા બેઠક માટે નોંધાયેલા ૧,૩૪,૦૩૩ પુરૂષ તથા ૧,૨૨,૩૧૨સ્ત્રી મતદારો મળી કુલ ૨,૫૬,૩૪૫ મતદારો પૈકી ૯૦૧૧૩ પુરૂષ મતદારો તથા ૬૯૭૦૬ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૫૯,૮૧૯ મતદારોએ મતદાન કરતા સરેરાશ ૬૨.૩૫ ટકા મતદાન નોંધાયું હતું હાલ આ જસદણ બેઠક બુકીઓમાં ભાજપ માટે હોટ ફેવરિટ ગણવામાં આવે છે ત્યારે કાલના પરિણામ બાદ જસદણ વીંછિયા તાલુકાનાં અને રાજકોટ જીલ્લા
સંગઠનમાં મહત્વનો ફેરફાર થશે એમ જાણવા મળે છે કાલે રાજકોટની કણકોટ કોલેજમાં જિલ્લાની અન્ય બેઠકો સાથે જસદણ બેઠકની પણ ૧૯ રાઉન્ડમાં ૧૪ ટેબલો પર મત ગણતરી કરવામાં આવશે ત્યારે આ અંગે જસદણ બેઠકના મતદારોમાં ભારે ઉત્તેજના છવાઈ છે પરિણામ જે કંઈ આવે પરંતું જસદણ બેઠકમાં ભાજપનાં સંગઠનમાં જબરો ફેરફાર આવશે તે નિશ્ચિત છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News