અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સરદાર પટેલની પુણ્યતિથિ નિમિતે જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેનની સ્મરણાંજલિ

સરદાર પટેલની પુણ્યતિથિ નિમિતે જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેનની સ્મરણાંજલિ

ભારતની એકતા-અખંડિતતાના શિલ્પી, ગુજરાતના પનોતા પુત્ર 'લોહપુરૂષ' ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની આજે જસદણના પ્રથમ નાગરિક નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ પુણ્યતિથિ નિમિત્તે સ્મરણાજંલિ અર્પણ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે
દેશની સ્વધીનતાની લડતમાં બારડોલીની ઐતિહાસિક લડાઈમાં નાયક તરીકેનું સુકાન સંભાળવાથી માંડીને, આઝાદી પછી સંકટનાં સમયે આંતરિક સંઘર્ષની ચરમસીમા વચ્ચે અનેક રજવાડાંઓમાં વિભાજીત આપણા ભારત દેશને પોતાના કૌશલ્ય અને દૃઢ શક્તિ વડે અખંડ રાષ્ટ્ર સ્વરૂપ માટે આપવાના અતુલ્ય યોગદાન માટે સૌ દેશવાસીઓ અહોભાવ સાથે સદૈવ તેમનું રૂણી રહેશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું