- મોટા માથાઓના ગેરકાયદેસર બાંધકામો તંત્ર ને દેખાતા નથી
વીંછીયામાં આંબલી ચોક ખાતે નદી ની બંને સાઈડ માં ઉભેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર સરકારી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દઈ દબાણો દૂર કરવામાં આવતા અનેક નાના ધંધાર્થીઓ બેરોજગાર બની ગયા હતા.
વિંછીયા માં અંદાજે ૨૦૦ જેટલા નાના વેપારીઓના રોજગાર ધંધા ને સરકારી તંત્ર દ્વારા જડમૂળથી ઉખાડી નાખવામાં આવતા ગરીબ વેપારીઓની રોજી રોટી છીનવાઈ ગઈ હતી.
આ ડિમોલેશન ૩ જેસિબી દ્વારા કરવામાં આવ્યું હતું , આ ડિમોલેશન વેળાએ PWD વિભાગના અધિકારીઓ ,જસદણ પ્રાંત અધિકારી,મામલતદાર અને પોલીસ સ્ટાફ સહીત ની ટિમ હાજર રહી હતી .
આ તકે નાના વેપારીઓ ના ધંધા રોજગાર ને હટાવવા માટે દુકાનો પડી દેવામાં આવતા વીંછિયાના રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા તેમજ ચતુરભાઈ ગોહિલ દ્વારા જસદણ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે આ ડિમોલેશન દરમિયાન ૨૦૦ જેટલા પરિવારો રોજીરોટી વિહોણા થયા છે તે તમામ પરિવારોને આપણા માધ્યમ થી ધંધા રોજગાર કરવા માટે યુદ્ધ ના ધોરણે ધંધા રોજગાર ચલાવવા માટે વૈકલ્પિક જમીન ફાળવવામાં આવે