તમને નથી લાગતું કે કરોડોના ખર્ચે ચાલતી આપની સંસદની બેઠકો રદ કરી દેવી જોઈએ.
આપના આદરણીય સાંસદો માટે દિલ્હીમાં વિશાલ આલીશાન સંસદભવન આવેલું છે .આપના સાંસદોને એ હવે નાનું પડતા ખર્વો ખર્વો રૂપિયાના ખર્ચે નવું સંસદભવન બની રહ્યું છે
આપને ત્યાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય ચૂંટણી થાય પરિણામ આવે એ દરમિયાન કરોડોના કરોડો રૂપિયા ખર્ચ થાય છે અબજો અબજો રૂપિયા કરતા પણ વધારે રૂપિયા આપને 500 થી વધુ સાંસદોને ચૂંટવા માટે ખર્ચ કરીએ છીએ અઢળક અને લખલૂટ બેસુમાર રૂપિયા અગણિત માનવ કલાકો લાખો લોકોનો માનવશ્રમ કાર્યકરોની અથાક રાતદિવસની મહેનત ઊંઘ ભુખ ઉજાગરા પછી માંડ માંડ લોકસભાની ચૂંટણી પુરી થાય છે
હવે આપના મોટાભાગના ધારાસભ્યો સાંસદો અબજોપતિ કરોડપતિઓ હોય છે હોય જ ને ચૂંટણીની ટિકીટ મેળવવા જ લાખો રૂપિયા પક્ષના કાર્યાલયમાં જમા કરાવવા પડે છે પછી તમારી જો ચૂંટણી જીતવા લાખો રૂપિયા ખર્ચ કરવાની તાકત હોય તમારી બાહુબલી તરીકે છાપ હોય તો તમને ટીકીટ મેળવવામાં સરળતા થઈ જાય છે .તમને શામ દામ દંડ ભેદની રાજનીતિ આવડવી જ જોઈએ તો જ તમે ચૂંટણી જીતી શકો છો.
એકવાર ચૂંટાયા પછી આ સાંસદો હવામાં ઉડવા લાગે છે જમીન પર પોતાને ભગવાનનો અવતાર માનવા લાગે છે બે વરસમાં તો આ સાંસદો સાયકલ પરથી ઇમ્પોટેડ આલીશાન વિદેશી કારમાં ફરવા માંડે છે તેમની વાણી વર્તન બદલાઈ જાય છે સગવડો સવલતો સુવિધાઓનો ઢગલો મારા તમારા ખુનપસીનાના કરવેરાના રૂપિયે આપવામાં આવે છે
દુનિયાભરની સુખ સુવિધા લાભો છતાં આપના સાંસદોને સંસદની બેઠકમાં હાજર રહેવાનો કંટાળો આવે છે હમણાં સંસદનું શિયાળુ સત્ર જે 17 દિવસ ચાલવાનું હતું તે માત્ર 10 દિવસમાં ટૂંકાવી દેવામાં આવ્યું 7 દિવસ વહેલા પડદો પાડી દેવામાં આવ્યો કારણકે આપના સાંસદોને નાતાલ અને નવા વરસની ઉજવણીમાં પાર્ટીઓમાં મહાલવું છે તેથી સાંસદોની માંગણીને માન આપી સંસદ 8 દિવસ પહેલા બંધ કરી દેવામાં આવી .
1960 માં સંસદની જેટલી બેઠકો મળતી હતી 2022માં એનાથી અર્ધી બેઠકો પણ મળતી નથી એમાં પણ સંસદની બેઠક ચાલુ હોય તે વખતે પણ આપને ટી.વી .પર જોઈ શકીએ છીએ કે ઘણી બધી બેઠકો પર સાંસદો ગેરહાજર હોય છે ઘણી બધી ખુરશીઓ ખાલી દેખાઈ છે ચાલુ સંસદની બેઠકમાં પણ વારંવાર જાણી જોઈને ધાંધલ ધમાલ કરવામાં આવે છે ઘડી ઘડી સભા મોકુફ થાય છે કામ કશું થતું નથી તમને જાણીને નવાઈ લાગશે આવી રીતે વારંવાર બેઠકો મોકુફ રહેતા સંસદની નિયમિત 36 બેઠકોનો ભોગ લેવાઈ ચુક્યો છે
આમાં આપને શુ સમજવું? સાંસદોને કામ કરવું નથી હાજરી આપવી નથી સવાલ પુછવા નથી .પોતાના વિસ્તારનો વિકાસ કરવો નથી .પ્રજાહિતમાં કામો કરવા નથી ચર્ચામાં ભાગ લેવો નથી તો પછી સંસદની બેઠકો બોલાવવાનો કોઈ મતલબ ખરો? સંસદ ચલાવવા એક સેકન્ડે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે જો હાજર જ ના રહેવું હોય હાજરી પુરાવવાનો કંટાળો આવતો હોય આળસ આવતી હોય તો સંસદની બેઠકો બોલાવી જ ના જોઈએ સંસદ કાયમ માટે બંધ કરી દેવી જોઈએ તમારું શુ કહેવું છે?
અબ્બાસભાઈ કૌકાવાલા, સુરત