અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વિંછીયા પંથકના ભાજપ હોદ્દેદારો કાર્યકરો સોમવારે શપથ સમારોહમાં બહોળી સંખ્યામાં જશે

જસદણ વિંછીયા પંથકના ભાજપ હોદ્દેદારો કાર્યકરો સોમવારે શપથ સમારોહમાં બહોળી સંખ્યામાં જશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
 રાજ્ય સરકારના નવા મુખ્યમંત્રી અને મંત્રીઓનો શપથ સમારોહ તા.૧૨ ને સોમવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે સચિવાલય હેલિપેડ મેદાન સરદાર ભવન સંકુલ નવા સચિવાલય ગાંધીનગર ખાતે યોજાનાર છે ત્યારે જસદણ વિધાનસભાની ચૂંટણીમાં તન મન અને ધનથી ભાજપ સાથે જોડાયેલાં અનેક હોદ્દેદારો અને કાર્યકરો કાલે સોમવારે વહેલી સવારે ગાંધીનગર જશે એમ જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ (મો.9601511111) એ જણાવ્યું હતું કાલે પ્રદેશ ભાજપ દ્વારા પંચાયતથી માંડી દરેક પધાધિકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે 
 ત્યારે ખાસ કરીને ભાજપના અંદરના વિરોધ વચ્ચે કુંવરજીભાઈ બાવળિયાની ભવ્ય જીતના વધામણાં કરવા કાલે ભાજપના વફાદારો ગાંધીનગર નવી સરકારના શપથવિધિ સમારોહમાં સાક્ષી બનશે. અત્રે નોંધનીય છે કે નવી સરકારના શપથવિધિ સમારોહમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ખાસ હાજર રેહવાના છે ત્યારે જસદણ બેઠક ઉપરથી સાતમી વખત ચૂંટાયેલા કુંવરજીભાઈ બાવળિયાને કોઈ પદ મળે એવી સંભાવના છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું