અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મોદીને PM બનાવનાર હીરાબાના 10 કિસ્સા...: એક માતા જ બાળકના દિમાગ, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને આકાર આપે છે,

મોદીને PM બનાવનાર હીરાબાના 10 કિસ્સા...: એક માતા જ બાળકના દિમાગ, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને આકાર આપે છે,

‘માં બાળકને માત્ર જન્મ આપતી નથી, પરંતુ તેમના દિમાગ, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને પણ આકાર આપે છે. મને કોઈ શંકા નથી કે મારા જીવન અને ચરિત્રમાં જે કંઇ પણ સારું છે, તેનો શ્રેય મારી માતાને જાય છે.’

મોદીને PM બનાવનાર હીરાબાના 10 કિસ્સા...: એક માતા જ બાળકના દિમાગ, વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસને આકાર આપે છે,


આ પંક્તિઓ પ્રધાનમંત્રી મોદીની છે, તેમણે માતાના 100માં જન્મદિવસે 18 જૂન 2022ના રોજ એક બ્લોગ લખ્યો હતો. આ પંક્તિ તેમાં જ લખવામાં આવી હતી.

આજે હીરાબાનું નિધન થયું છે. પરંતુ તેમના કિસ્સાઓ જેમાંથી થોડાં પ્રધાનમંત્રીએ જણાવ્યા છે અને થોડાં હીરાબા પાસેથી જાણવા મળ્યાં છે...જાણો આવા જ 10 કિસ્સાઓ....


1. સમયના પાક્કા અને મહેનતીઃ સવારે 4 વાગે જાગવું, બધા જ કામ જાતે કરવા

મારા પિતા સવારે ચાર વાગે જ કામ કરવા જતાં રહેતાં હતાં. પાડોસીઓને પણ જાણ થઈ જતી કે સવારના 4 વાગી ગયા છે અને દામોદર કાકા કામ પર જઈ રહ્યા છે. તેઓ પોતાની નાની ચાની દુકાન ખોલતાં પહેલાં ઘરની પાસે રહેલાં મંદિરમાં પ્રાર્થના કરવા જતાં હતાં.

માતા પણ સમયના પાક્કા હતાં. તેઓ પણ પિતા સાથે જાગતાં અને સવારે જ બધું કામ પૂર્ણ કરી દેતાં હતાં. અનાજ પીસવાથી લઈને ચોખા-દાળ છાણવા સુધી માતા પાસે કોઈ જ મદદ હતી નહીં. તેમણે ક્યારેય અમારી પાસે મદદ માગી નથી. મને થતું કે મારે મદદ કરવી જોઈએ. હું ઘરનાં બધા જ મેલા કપડાં લઈ જતો અને તળાવમાં જઈને ધોઈ નાખતો હતો. કપડાં ધોવા અને મારું રમવું બંને જ સાથે-સાથે થઈ જતું હતું.

  • - પીએમ મોદી 18 જૂન 2022ના રોજ પોતાના બ્લોગમાં લખ્યું હતું


2. વિપરીત પરિસ્થિતિઓમાં સહનશીલઃ ટપકતાં પાણીનો ઉપયોગ કરતી હતી

ઘરનો ખર્ચ ચલાવવા માટે માતા થોડાં ઘરમાં વાસણ માંજવા માટે જતાં હતાં. વધારે કમણી માટે તેઓ ચરખો પણ ચલાવતાં હતાં. માતા અન્ય લોકો ઉપર નિર્ભર રહેતાં નહીં. ચોમાસું અમારા માટીના ઘર માટે મુશ્કેલી બનીને આવતું હતું.

વરસાદ સમયે અમારા ઘરમાં છત પરથી પાણી ટપકતું હતું અને પાણી ભરાઈ જતું હતું. માતા વરસાદના પાણીને એકઠું કરવા માટે ટપકતાં પાણીના સ્થાને વાસણો ગોઠવતાં હતાં. આ વિપરીત પરિસ્થિતિમાં માતા સહનશીલતાનું પ્રતીક હતાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ આ પાણીનો ઉપયોગ પણ કરતાં હતાં. આનાથી શ્રેષ્ઠ જળ સંરક્ષણનું કોઈ ઉદાહરણ હોઈ શકે?

  • - પીએમ મોદી 18 જૂન 2022ના રોજ પોતાના બ્લોગમાં લખ્યું હતું


3. સાફ-સફાઈ માટે એકદમ ચુસ્તઃ 100 વર્ષની ઉંમરમાં પણ કશું જ ખવડાવ્યા પછી મોદીનું મોં તેઓ સાફ કરતાં હતાં

માતા આ વાતનું ખાસ ધ્યાન રાખતાં હતાં કે પલંગ સાફ હોય. તેઓ પલંગ ઉપર ધૂળની એક રજ પણ સહન કરી શકતાં નહીં. ચાદરમાં હળવી પણ ક્રીઝ પડે કે માતા ફરીવાર તે ચાદરને પાથરતાં હતાં. આ આદતને લઈને પણ અમે ખૂબ જ સાવધાન રહેતાં હતાં.

હું જ્યારે પણ તેમને મળવા ગાંધીનગર જાવ છું તો તેઓ મને પોતાના હાથેથી મીઠાઈ ખવડાતાં હતાં અને એક નાના બાળકની જેમ પ્રેમ કરતાં હતાં, તે એક રૂમાલ લેતાં અને મારું ભોજન પતી જાય પછી મારું મોં તેઓ સાફ કરતાં હતાં. તેઓ હંમેશાં પોતાની સાડીમાં એક રૂમાલ કે નાનું નેપકીન રાખતાં હતાં.

  • - પીએમ મોદી 18 જૂન 2022ના રોજ પોતાના બ્લોગમાં લખ્યું હતું


4. પ્રામાણિક-અર્થશાસ્ત્રીઃ 5 હોય કે 1 રૂપિયો, પરિવારને કેવી રીતે ચલાવવું તે જાણતાં હતાં

જ્યારે મારા મોટા ભાઈ કોઈની આપેલી વસ્તુ બહારથી લઈને આવતાં હતાં ત્યારે માતા તેમના ઉપર ખૂબ જ ગુસ્સે થતાં અને તેમને તે વસ્તુ પાછા આપતાં માટે મોકલી દેતાં હતાં. માતામાં પ્રામાણિકતાના ગુણ હતાં, જે તેમણે પોતાના બાળકોને પણ આપ્યાં. માતા હીરાબાનું અર્થશાસ્ત્ર પણ મજબૂત હતું. ખર્ચ માટે પાંચ હોય કે એક રૂપિયો હોય, તેઓ જાણતાં હતા કે ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવવાનો છે. રૂપિયા ઓછા હોય તો ઠીક અને ન હોવાની સ્થિતિ માટે પણ તેઓ પહેલાંથી જ તૈયાર રહેતાં હતાં. રૂપિયા ન હોવાની સ્થિતિમાં પણ તેઓ કોઈને કોઈ રીતે પરિવાર ચલાવી લેતાં હતાં.

  • - હીરાબેનના દીકરા પ્રહલાદભાઈએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું


5. પીએમ મોદીને કહ્યું- લાગે છે કે તમે કોઈ સારું કામ કરી રહ્યા છો

જ્યારે હું સંગઠનમાં કામ કરતો હતો. વધારે વ્યસ્ત હોવાના કારણે પરિવારના સંપર્કમાં ખૂબ જ ઓછો રહેતો હતો. તે દરમિયાન માતા મોટા ભાઈ માતાને કેદારનાથ લઇને ગયાં હતાં. ત્યાં સ્થાનિક લોકોને જાણકારી મળી કે નરેન્દ્ર મોદીના માતા અહીં આવવાના છે. તેઓ રસ્તા પર વડીલ મહિલાઓને પૂછતાં કે શું તેઓ નરેન્દ્ર મોદીની માતા છે. આખરે તેમને હીરાબા મળ્યાં. તેમણે ધાબળો અને ચા આપી. કેદારનાથમાં તેમના રોકાવાની વ્યવસ્થા કરી. પછી જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે- તમે કોઈ સારું કામ કરી રહ્યા છો જેના લીધે લોકો તમને ઓળખે છે.

  • - પીએમ મોદી 18 જૂન 2022ના રોજ પોતાના બ્લોગમાં લખ્યું હતું


6.બાળકો માટે સજાગઃ થાક લાગ્યો છે એવું જોયું તો અડધા રસ્તે ગોળ મંગાવ્યો

માતાની ઈશ્વરમાં અગાધ આસ્થા છે, પરંતુ સાથે જ તેઓ અંધવિશ્વાસથી દૂર રહ્યાં અને અમને પણ આ ગુણ આપ્યો. પિતાની ઇચ્છાએ એકવાર અમારો પરિવાર પૂજા માટે નર્મદા ઘાટ પહોંચ્યો હતો. ત્રણ કલાકની યાત્રા હતી. ગરમીથી બચવા માટે અમે સવાર-સવારમાં જ રવાના થયાં. ત્યાં પહોંચ્યા પછી થોડીવાર પગપાળા યાત્રા કરવાની હતી.

ગરમી ખૂબ જ હતી. પગપાળા ચાલવું શક્ય હતું નહીં. અમે નદી કિનારે ચાલવાનું શરૂ કર્યું. માતાએ તરત જ અમારી સ્થિતિ જોઈ લીધી. તેમણે પિતાને થોડીવાર માટે રોકાવા અને આરામ કરવા માટે કહ્યું. માતાએ પિતાને આજુબાજુએથી થોડો ગોળ લાવવા માટે કહ્યું. તેઓ દોડીને ગયા અને ગોળ લઈને આવ્યાં. ગોળ અને પાણીના લીધે અમારી અંદર ફરી તાકાત આપી અને અમે ચાલવાનું શરૂ કર્યું. તે આકરા તડકામાં પૂજા માટે જવું, માતાની સજાગતાં અને પિતાનું ગોળ લઈને આવવું, તે બધી જ વાતો મને આજે પણ યાદ છ.

  • પીએમ મોદી 18 જૂન 2022ના રોજ પોતાના બ્લોગમાં લખ્યું હતું


7. અન્ય લોકોની પસંદનું સન્માનઃ મોદીજીના પ્રયોગોને હંમેશાં પ્રોત્સાહિત કરતાં હતાં


હું મારા ભાઈ-બહેનોની સરખામણીમાં થોડો અલગ હતો. મારી ખાસ આદત અને અસામાન્ય પ્રયોગોની અલગ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે માતાએ ખાસ પ્રયોગો કરવા પડતાં હતાં. માતાએ ક્યારેય તેને ભારરૂપ માન્યા નહીં અને ક્યારેય તેનાથી પરેશાન થયા નહીં. હું અનેક મહિનાઓ માટે મીઠું છોડી દેતો હતો. અનેક અઠવાડિયા માટે દૂધ અને અનાજ ખાતો નહીં. માત્ર દૂધ પીતો હતો. અનેકવાર હું છ-છ મહિનાઓ સુધી મીઠાઈ ખાતો હતો. ઠંડીમાં હું ઓઢ્યા વિના સૂતો અને માટલાના પાણીથી નાહતો હતો. માતા એવું જાણતાં હતાં કે હું મારી જાતને પરખતો હતો. તેઓ ક્યારેય મને રોકતાં નહીં. બસ એટલું જ કહેતા- બધું જ ઠીક છે, જેવું તમારું મન કરે તમે કરો.

  • - પીએમ મોદી 18 જૂન 2022ના રોજ પોતાના બ્લોગમાં લખ્યું હતું


8. ઘરેલૂ નુસખા અને આકરી મહેનતના બળે 100 વર્ષ પૂર્ણ કર્યાં


માતાને અનેક દેસી નુસખા અંગે જાણકારી હતી. એવામાં લોકો તેમને દેસી માતા કહેતાં હતાં. ભલે તેઓ ક્યારેય સ્કૂલ ગયા નહીં, પરંતુ તેઓ અમારા ગામનાં ડોક્ટર હતાં. આકરી મહેનત અને દેસી નુસખાના બળે જ તેમણે પોતાની ઉંમરના 100 વર્ષ પૂર્ણ કર્યાં.

માતા દિવસમાં બે વાર કુવામાંથ પાણી ભરતાં હતાં, જેના લીધે તેમની કમર મજબૂત બની રહે. તેઓ રોજ તળાવમાં કપડાં ધોવા જતાં હતાં અને તેના માટે તેમણે અનેક દાદરા ચઢવા પડતાં હતાં, જેથી તેમના પગને મજબૂતી મળી.

  • - હીરાબેનના દીકરા પ્રહલાદભાઈએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું


9. પીએમ મોદીને 18 કલાક કામ કરવાની પ્રેરણા માતા પાસેથી મળી

અમારા પિતા ખૂબ જ મહેનતી હતાં અને માતા પણ આખો દિવસ કામ કરતાં હતાં. પીએમ મોદી દિવસમાં 18 કલાક કામ કરે છે. તેમને આ પ્રેરણા માતા હીરાબેન પાસેથી મળી છે. તેઓ ભણ્યા નથી, પરંતુ મારા પિતા અને તેમના પતિ દામોદર તેમને ધાર્મિક પુસ્તકો વાંચીને સંભળાવતાં હતાં.

તેઓ શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં મંદિરે આવતાં હતાં. તેઓ પૂજા કરતાં હતાં. દરેક પુરૂષની સફળતા પાછળ એક મહિલા હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનની તે મહિલા તેમની માતા હીરાબેન છે. તેમણે આખું જીવન સંઘર્ષ કર્યો, મહેનત કરી, ક્યારેય રૂપિયા ઉધાર લીધા નહીં અને બાળકોને પણ એવી જ શિક્ષા આપી, જેથી તેઓ આત્મનિર્ભર બને.

  • - હીરાબેનના દીકરા પ્રહલાદભાઈ અને સ્થાનિક મંદિર હટકેશ્વર મહાદેવના પૂજારી નિરંજન સિંહ રાવલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું


10. હીરાબેન ભણી શક્યા નહીં, પરંતુ ઇચ્છતી હતી કે બધા બાળકો અભ્યાસ કરે

માતાના 15-16 વર્ષની ઉંમરે લગ્ન થયાં હતાં. લગ્ન પછી તેઓ મહેસાણા જિલ્લાના વડનગરમાં રહેવા લાગ્યાં હતાં. આર્થિક તંગી અને પારિવારિક કારણોથી માતા ક્યારેય ભણી શક્યાં નહીં. પરંતુ માતા ઇચ્છતાં હતા કે તેમના બધા બાળકો ભણે.

પીએમ મોદીએ 7મી સુધી વડનગરના એક પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. પરિવાર પાસે એટલાં રૂપિયા હતા નહીં કે સ્કૂલની ફી આપી શકે. પરંતુ માતાએ હાર માની નહીં કે કોઈ પાસેથી ઉધાર રૂપિયા લીધા નહીં. દરેક વખતે તે થોડું વધારે કામ કરીને સ્કૂલની ફી ચૂકવતાં હતાં.

તે સમયે મોદી પાસે સ્કૂલમાં પહેરીને જવા માટે માત્ર એક ડ્રેસ હતો. એવામાં જ્યારે પણ મોદીનો ડ્રેસ ફાટી જતો માતા હીરાબેન કોઈ અન્ય રંગના કપડાનું અસ્તર લગાવીને તેને સીવી દેતાં હતાં. જેથી મોદીનું ભણવાનું અટકે નહીં.

  • - હીરાબેનના દીકરા પ્રહલાદભાઈએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું


વધુ નવું વધુ જૂનું