વિંછીયામાં ડિમોલેશન કરવામાં આવતા બેકાર બનેલા વેપારીઓની ભૂખ હડતાલ
વિછીયા મામલતદાર કચેરી મુકામે 200 પરિવારના ન્યાય માટે આમરણ ઉપવાસ આંદોલન માટે બેઠેલા વિંછીયાના નાના નાના વેપારીઓ જેવોના ડીમોલેસન ની અંદર કેબિન દુકાન તોડી નાખવામાં આવી છે.
યુદ્ધના ધોરણે વિંછીયા ગામની અંદર જે પણ નાના વેપારીઓના દુકાન ધંધા ની દુકાન તોડી નાખવામાં આવી છે તે લોકોને યુદ્ધના ધોરણે જગ્યા ફાળવવામાં આવે એવી માંગ સાથે વિછીયા મામલતદાર કચેરી મુકામે આમરણ ઉપવાસ આંદોલન
વિંછીયા માં હાઇવે પાર દુકાનો અને કેબિનો માં નેનો વેપાર ધંધો કરી રોજી રોટી મેળવતા વેપારીઓના ગેરકાયદેસર દબાણો તાજેતરમાં રાજકોટ કલેક્ટર ના હુકમ થી દૂર કરવામાં આવ્યા હતા.
જેના પગલે વેપારીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો અને ૨૦૦ જેટલા વેપારીઓએ વિંછીયા મામલતદારને વેપાર-ધંધો કરવા માટે સરકાર દ્વારા તાત્કાલિક ભાડે જગ્યા આપવામાં આવે તેવી માંગ સાથે નું આવેદનપત્ર આપી મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન છેડ્યું હતું.
આ તકે વેપારીઓએ આક્ષેપ કાર્ય હતા કે આ ડિમોલેશન માં માત્ર નાના વેપારીઓનું જ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જયારે મોટા માથાઓનું દબાણ દૂર કરવામાં આવેલું નથી.
હાલ વિંછીયા માં નાના વેપારીઓના ખાણી-પીણી ના ધંધા રોજગાર સાવ ભાંગી ગયા છે, જ્યાં સુધી નાના વેપારીઓ ને ધંધો કરવા માટે જગ્યા ફાળવવામાં નહિ આવે ત્યાં સુધી ૨૦૦ જેટલા વેપારીઓ ભૂખ હડતાલ કરશે તેવી ચીમકી ઉચ્ચારાતા સરકારી તંત્ર મૂંઝવણ માં મુકાઈ ગયું છે.
- અમારી માંગ પુરી નહિ થાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું
મારી ગેસ ઓઈલિંગ ની કેબીન હતી, તે કેબીન ગમે તે પોતપોતાની રીતે ગોઠવી નાખતા હતા અને તેનું રૂપિયા ૫૦૦૦ જેવું ભાડું અમારી પાસે થી લેવામાં આવતું હતું , ડિમોલેશન થયા પછી અમારો ધંધો સાવ બંધ થઇ જતા અમારા પરિવાર ની સ્થિતિ ખુબ ખરાબ થાય ગઈ છે. મારા ઘર માં હાલ ૭ સભ્ય છે અને તેમના ભારણ પોષણ માટે કમાવવા વાળો હું એક જ છું, છેલ્લા ૩ દિવસ થી મારો ધંધો બંધ હોવાથી ઘર માં શાકભાજી કે કરિયાણું લેવાના પણ પૈસા નથી. હવે જ્યાં સુધી અમારી માંગણી પુરી નહિ થાય ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલન કરીશુ :- મુસ્તાબાભા, ધંધાર્થી