મોઢુકામાં પત્નીએ તેના પતિ,સાસુ,સસરા તેમજ તેના જેઠ એમ 5 વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ કરી
વિનુબેન વા/ઓ મગનભાઇ તળશીભાઇ ખાવડીયા જાતે-દેવીપુજક ઉ.વ.- ૩૬ ધંધો-ધરકામ રહેવાશી- મોઢુકા તા.-વિંછીયા હાલ રહેવાશી-કશવાળી તા.-સાયલા જી.-સુરેન્દ્રનગર જેને વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી
કે લગ્ન આજથી આશરે ૧૩ વર્ષ પહેલા તેના જ્ઞાતીના રીવાજ મુજબ મોઢુકા ગામે મગનભાઇ તળશીભાઇ ખાવડીયા સાથે કરેલ અને આજથી ચાર પાંચ મહીના પહેલા વિનુ બેનના પતિ ને એક અન્ય સ્ત્રી સાથે સબંધ હોય જેથી વિનુબેન તેના માવતર ને ત્યાં ચાલી ગયેલ અને પરત આજથી એક મહીના પહેલા પાછી વિનુબેન પતિના ધરે રહેવા ગયેલ
અને ૧૫ દીવસ સુધી વિનુબેન તેના પતિને સમજાવતી હતી કે તમે બીજી સ્ત્રીસાથે સબંધ છે તે છોડીદો જેથી જેથી ગઇ તા.-૧૮/૦૧/૨૦૨૩ ના રોજ વિનુબેન મોઢુકા ગામે તેના પતિના ધરે હતા ત્યારે વિનુબેને તેના પતિ ને કહેલ કે તમે બીજી સ્ત્રી ને છોડીદો અને બધુ બંધ કરીદો જેથી વિનુબેને આ વાત તેના સાસુ હીરૂબેન તળશીભાઇ ખાવડીયા તથા તેના સસરા તળશીભાઇ પોલા ભાઇ ખાવડીયા તથા તેના જેઠ ચંદુભાઇ તળશીભાઇ ખાવડીયા તથા ગોરધનભાઇ તળશીભાઇ ખાવડીયા બધાને વાત કરતાં
તેઓ બધા વિનુબેનના પતિનું ઉપરાણુ લઇ કહેવા લાગેલ કે અહિંયાતો આવુજ ચાલશે તારે રહેવુ હોયતો રહે જેથી વિનુબેને કહેલ કે આમ થોડુ ચાલે જેથી વિનુબેનના પિત એ મારમારી ને કહેલ કે તુ મારે જોતી નથી તેમ કહી કાઢી મુકેલ
જેથી વિનુબેનના સાસુ સસરા તથા બંને જેઠ પતિનું ઉપરાણુ લઇ વિનુબેનને મેણાટોણા બોલી તેને ચડાવતાં હોય અને બાળકો લઇ ધરેથી કાઢી મુકેલ અને મને શારીરીક માનશીક દુઃખ ત્રાસ આપતા વીનુબેને તેના સાસુ સાસુ હીરૂબેન તળશીભાઇ ખાવડીયા તથા તેના સસરા તળશીભાઇ પોલા ભાઇ ખાવડીયા તથા તેના જેઠ ચંદુભાઇ તળશીભાઇ ખાવડીયા તથા ગોરધનભાઇ તળશીભાઇ ખાવડીયા તેમજ તેના પતિ મનગભાઈ તળસી ભાઈ ખાવડિયા વિરુદ્ધ આઇપિસી કલમ 498 એ, 323, 504, 114 મુજબ વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી.