અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિશ્વના શાંતિદુતનું કાલે શનિવારે જામનગરમાં આગમન: વ્હોરા સમાજમા ખુશાલી

વિશ્વના શાંતિદુતનું કાલે શનિવારે જામનગરમાં આગમન: વ્હોરા સમાજમા ખુશાલી

જામનગરની ધરતી પાવન અને પવિત્ર થઈ ગઈ છે .માત્ર જામનગર જ નહી.મોરબી રાજકોટ વાંકાનેર સહીતના આજુબાજુના ગામોમાં શહેરોમાં વસતા દાઉદી વોહરા બિરાદરોમાં ઉત્સાહ ઉમંગ આનંદનો માહોલ છે લોકો આતુરતાથી સેયદના આલી કદર મુફદલ સેફુદ્દીન ( ત.ઉ.શ.) ના શાહી આગમનની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 
આખા વિશ્વમાં ખુણે ખુણે વસતા દાઉદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ તરીકે સેયદના સાહેબ (ત ઉ .શ ) દેશમાં નહીં વિદેશમાં પણ ખુબ જ આદર માન સન્માન ધરાવે છે 

 

વિશ્વમાં દાઉદી વોહરા સમાજ પોતાના વેપાર કામ ધંધામાં મશગુલ તરીકે જાણીતા છે એકદમ સફેદ બગલા જેવા કફની સાયા ઇજાર અને માથા પર ખાસ સ્પેશિયલ સફેદ ટોપી અને બહેનો માટે ખાસ રીદા વોહરા સમાજની આઈડેન્ટિ છે આગવી અનોખી ઓળખ છે 
શાંતિ એકતા ભાઈચારો માટે વોહરા સમાજ આખા વિશ્વમાં જાણીતો છે સેયદના સાહેબ (ત.ઉ શ.) હમેશા પોતાના બયાનમાં ફરમાવે છે જે વતનમાં તમે રહો છો એને પહેલા મોહબત કરો વતનપ્રેમ ઇમાનનો જ ભાગ છે એમ ભારપૂર્વક હમેશા જણાવે છે 
સેયદના સાહેબ (ત.ઉ શ ) ના માર્ગદર્શન અને આશીર્વાદથી વોહરા સમાજમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે 
એક પણ રૂપિયાના વ્યાજ વગર તમને જોઈએ એટલી લોન મળે છે લોનની રકમ પણ પછી હપ્તે હપ્તે ભરવાની હોય છે તમારા વેપાર રોજગારના વિકાસ માટે સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે લગ્ન માટે વિદેશ પ્રવાસ માટે લોન આપવામાં આવે છે એનાથી સમાજના ભાઈઓને બહુ મોટો ફાયદો અને બરકત થાય છે 


રસમે સેફી અંતર્ગત સમૂહ લગ્નનું આયોજન દર વરસે કરવામા આવે છે જેથી સમાજના મધ્યમ વર્ગના સભ્યોને લગ્નમાં દેવું થતું નથી સાવ નજીવા ખર્ચે લગ્ન થઈ જાય છે ઉપરથી સેયદના સાહેબ ( ત .ઉ શ ) ના આશીર્વાદ અને કૃપા મળે છે 
વોહરા સમાજના દરેક ઘરોમાં રોજ સવારે સમાજ તરફથી ભોજનનું ટિફિન આવી જાય છે શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ભોજન મળી જાય છે રોજ અલગ અલગ જાતની ભાતભાતની વેરાયટીઓ ગરમાગરમ મળી રહે છે આનાથી બહેનોને બહુ મોટી રાહત મળી જાય છે
દરેક ગામ શહેરમાં સમાજના દવાખાના આવેલા હોય છે ત્યાં મફત ઓ પી ડી ચાલે છે સાવ નગણ્ય દરે દવા ઇન્જેક્શન આપવામાં આવે છે દર મંગળવારે ડાયાબિટીસનું બ્લડપ્રેશરનું ફ્રી ચેક અપ કરી જરૂરી સારવાર કરવામાં આવે છે 


આવી અનેક કલ્યાણકારી યોજનાઓ સમાજની પ્રગતિ અને ઉતકર્ષ માટે અમલમાં છે 
દાઉદી વોહરા સમાજના વ્યક્તિઓ આખા ભારતમાં અને વિદેશમાં પણ જ્યાં ફરવા કે ઝયારત કરવા ગયા હોય એ શહેર કે દેશમાં વિદેશમાં તેમને રહેવા માટે સમાજની વાડીઓ અચુક હોય છે ઉપરાંત જ્યાં સુધી તમને રોકાવું હોય ત્યાં સુધી મફત સવારે નાસ્તો બપોરે ભોજન 4 વાગે ચાહ રાતે ભોજન આપવામાં આવે છે રહેવા જમવાનો કોઈ પ્રોબ્લેમ રહેતો જ નથી સમાજની વાડીઓ 24-7 આ સેવા માટે ખુલ્લી જ હોય છે 

છેલ્લે એમ દુવા કરીએ કે પાક પરવરદિગાર હમારા મૌલા ( ત ઉ શ .) ની ઉંમર શરીફને કયામતના દીન સુધી દરાજ અને દરાજ કરે આમીન
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત મો.9376981427
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો