સૌરાષ્ટ્રભરના દાઉદી વોહરા સમાજએ વ્યસન મુક્તિના સંકલ્પ સાથે ઉજવ્યો પ્રજાસત્તાક દિન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે 73 માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ભાવભેર ઉજવણી થઈ હતી દુધમાં સાકરની જેમ ભળી જતાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાજકોટ જુનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વ્યસન મુક્તિના સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જુનાગઢ વ્હોરા સમાજ મદ્રેસા એ સેફિયા ખાતે ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો અને વડીલોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ ) નામદાર સૈયદના આલીકદર મુફદલ સૈફુદીન (ત.ઉ.શ.) નો ખાસ મેસેજ સમગ્ર વિશ્વના તમામ ધર્મ નો લોકોને આપવામાં આવ્યો હતો કે ના અમે કોઈ નશાકારક પ્રદાર્થ કે પીણું લઈશુ અને જે અમારા હશે એ લોકોને નાકોઈ લેવાં દઈશુ.
ચાલો આપણે સર્વે સાથે મળીને આ ખુબસુરતને વિશ્વને નશા મુક્ત કરાવીએ દાઉદી વ્હોરા સમાજ દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજ વંદન પૂર્વે વ્યસન મુક્તિ ના શપથમાં પોતે વ્યસન મુક્ત જીવન જીવશે અને અન્ય ને પણ વ્યસન મુક્તિની પ્રેરણા આપશે એવા સંકલ્પ સાથે પ્રજાસત્તાક પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી
દરેક કાર્યક્રમોમાં દરેક ગામના આમીલો અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે તાજદાર વર્તમાન ડો. સૈયદના સાહેબના સદ્દગત પિતા બુરહાનુદ્દીન સાહેબે વર્ષો પહેલાં તમાકું યુક્ત ગુટખા પાન ફાકી મસાલા છોડાવા માટે ખાસ ઝૂંબેશ શરૂ કરાવી હતી હજજારો લોકોને આ બદીથી દુર કર્યાં હતાં વર્તમાન દાઈ ડો. સૈયદના સાહેબે પણ તાજેતરમાં જામનગર પધરામણી કરી હતી ત્યારે તેમણે એક ધર્મ પ્રવચનમાં નશાયુક્ત પદાર્થો અને પીણાઓથી દુર રેહવાની તેમનાં અનુયાયીઓને શીખ આપી હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News