અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સાચા અર્થમાં સબકા સાથ સબકા વિકાસ સુત્રને સાર્થક કરવાનો સમય આવી ગયો છે.

વિશ્વમાં ઉદારીકરણનો પવન ફુકાયો છે .એમાં આપના વરસોથી ખુન પસીનો લોહી પાણી એક કરી જમાવેલા ધંધા પાણી વેપાર રોજગારમાં પહેલેથી ઘરાકી નથી .એમાં વિદેશી ખાસ કરીને ચીની આઇટમોની આપના દેશમાં વ્યાપક પ્રમાણમાં માંગએ આપના કામ ધંધા વેપાર રોજગાર હસ્તકલા ઉધોગને મરણોતલ ફટકો માર્યો છે.

આમાં દેશમાં દિવસે દિવસે બેકારી વધતી જાય છે અમીર વધારે અમીર બનતા જાય છે અને ગરીબ વધુને વધુ ગરીબ બનતા જાય છે એમાં કોરોના સંકટે બાજી ઓર બગાડી નાખી છે 
નવા નવા ધનપતિઓએ 7 પેઢી બેસીને ખાય તો પણ વાંધો ના આવે એટલી સંપત્તિ ભેગી કરી દીધી છે  
નવા અહેવાલ પ્રમાણે ભારતના એક ટકા અમીરો પાસે દેશની ચાલીસ ટકા સંપત્તિ છે જ્યારે નીચલા વર્ગ પાસે માત્ર 3 ટકા જ સંપત્તિ છે 
જો માત્ર ભારતના સૌથી અમીર 10 અમીરો પર 5 ટકા કર લગાવી દેવામાં આવે તો દેશના તમામ બાળકોને આપને સારું શિક્ષણ આપી શકીએ એમ છે . 
દેશના સૌથી ધનવાન વ્યક્તિના 2017 થી 2021 સુધી મેળવેલા નફા પર ફક્ત એક જ વખત કર લગાવવાથી જ 1 .79 કરોડ રૂપિયા મેળવી શકાય છે.
આટલા રૂપિયાથી આપના ભારતના પ્રાથમિક શાળાઓના 50 લાખ શિક્ષકોને એક વરસ પગાર આપી શકાય એમ છે 
એક અનુમાન પ્રમાણે ભારતના અબજોપતિની સંપત્તિ પર બે ટકાના દરે એક વખત કર લેવામાં આવે તો આ મેળવેલી રકમમાંથી દેશમાં આગામી 3 વરસ સુધી.કુપોષિતના પોષણ માટે 40/000 હજાર કરોડથી વધુ રકમ ફાળવી શકાય એમ છે 
અહેવાલમાં આગળ જણાવાયું છે કે દેશના 10 સૌથી અમીરો પર 5 ટકાનો એક વખતનો કર જ લગભગ 1.37 લાખ કરોડ થાય એમ છે જે રકમ દેશના સ્વાસ્થ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય અને આયુષ મંત્રાલયના 2022 - 2023 ના બજેટ કરતા દોઢ ઘણા છે 
ભારતના શ્રમિકો અને વંચિતોને ગુજરાન ચલાવી શકાય એટલું મહેનતાણું આપને આપી શકતા નથી .ક્યાં સુધી એમનું શોષણ કર્યા કરીશું?
આમ ને આમ વરસોથી ચાલ્યા કરે છે .એમાં હવે નવી તકલીફ ઉભી થઈ છે મધ્યમ વર્ગમાંથી બહુ મોટો સમુહ ગરીબીની રેખા નીચે આવતો જાય છે .અમીર વધારે અમીર થતા જાય છે ગરીબોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થતો જ જાય છે .મધ્યમ વર્ગ ધીમે ધીમે ભુસાતો જાય છે .
એમાં પાછી નવી ખુશખબરી આવી છે કે આપને ચીનને પછાડી સૌથી વધુ વસતી ધરાવનાર દેશ બની ગયા છે.આપની તકલીફો મુસીબતો વધતી જ જવાની છે 
આપને હવે બહુ સમજી વિચારીને ચાલવું પડશે સાચા અર્થમાં સબકા સાથ સબ કા વિકાસ સુત્રને સાર્થક કરવું પડશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું