જસદણના દિનેશભાઈ બાંભણીયાની નિમણુંકને આવકારતા હરિ પટેલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના કમળાપુરના રેહવાસી અને ગુજરાતભરના શહેરોમાં સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓમાં મોખરાનું સ્થાન ધરાવતાં પટેલ દિનેશભાઈ ભગવાનજીભાઈ બાંભણીયાની તાજેતરમાં વિશ્વ વિખ્યાત ખોડલધામ મંદિરના ટ્રસ્ટી પદે નિમણૂક કરાતાં તેમને ઠેર ઠેરથી ફૂલ ઠંડીમાં હુંફાળા અભિનંદન મળી રહ્યાં છે ત્યારે દિનેશભાઈની આ નિમણુંકને સામાજિક યુવા કાર્યકર હરિભાઈ હીરપરાએ તેમની આ વરણીને આવકારી જણાવ્યું હતું કે દિનેશભાઈની વિચારધારા સામાજિક શૈક્ષણિક ક્ષેત્ર સહિતની કામગીરી કાબિલેદાદ છે ત્યારે લાખો લોકોનાં આસ્થાના મુખ્ય કેન્દ્ર ખોડલધામની કામગીરી હજું વધું ઝડપભેર અને ચોક્કસ બનશે એવો વિશ્વાસ વ્યકત કરી દિનેશભાઈને શુભેચ્છા સાથે શુભકામના પાઠવી હતી. અત્રે નોંધનીય છે કે ખોડલધામ વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જયાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News