વ્હોરા ધર્મગુરુની રવિવારે જામનગરમાં પધરામણી: સૌરાષ્ટ્રના વ્હોરા બિરાદરોમાં ખુશીનો માહોલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના પ્રગતિશીલ ધર્મગુરુ નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સ સાદિક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) આગામી તા. ૧૫ ને રવિવારના રોજ જામનગર ઉર્ષ મુબારક અનુસંધાને પધરામણી કરતાં હોય ત્યારે જામનગર વ્હોરા જમાત દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશ અને દુનિયામાં પ્રત્યેક વ્હોરાજનોને રેહઠાણ, સ્વાસ્થ્ય, રોજગારી, ભોજન, શિક્ષણ, જેવી પાયાની જરૂરિયાત અંગે રસ દાખવતાં અને એમાં મદદરૂપ બનનારા તાજદાર ડો. સૈયદના લાંબા સમય બાદ જામનગર પધારી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ગામોના વ્હોરા બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટ્યાં છે
વિશ્વ લોકકલ્યાણકારી અને પ્રખર માનવતાવાદી ડો. સૈયદના સાહેબને પોતાને વૃદ્ધાવસ્થા હોવાં છતાં પોતાના અનુયાયીઓને મળવા માટે દેશ વિદેશના અનેક પ્રાંતોમાં દોડી જઈ અને અનુયાયીઓની વાત સાંભળે છે આટલું જ નહી પણ તેમનું નિરાકરણ કરતાં હોવાથી સમાજમાં તેમનો પડ્યો બોલ ઝીલાય છે મહાન ઓલિયા ઈસ્માઈલ બદરુદ્દીન સાહેબનો જામનગરમાં ઉર્ષ મુબારક અવસરે ડો. સૈયદના સાહેબ પધારવાના હોય દરમિયાન ગુજરાતભરમાંથી આવતાં કોઈ દાઉદી વ્હોરા ભાઈ બહેનો અને બાળકોને કોઈ તકલીફ કે હાલાકી વેઠવી ન પડે, આરામથી રહી શકે તે માટે હાલારવાસીઓએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે. સૈયદના સાહેબના આગમન સમયે જામનગરમાં વ્હોરા બિરાદરોના મહોલ્લા ઘરો દુકાનો ફેકટરીઓને નવોઢા જેવો શણગાર કરશે હાલ લાંબા સમય બાદ સૈયદના જામનગર આવી રહ્યા હોવાથી જામનગર અને સૌરાષ્ટ્ર કચ્છના ગામેગામના વ્હોરા સમાજમાં એક નવી ઊર્જાનો ખુશી સાથે સંચાર થયો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News