અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપણે સાચી રીતે વાહન ચલાવતા ક્યારે શીખીશું ?

આપને સાચી રીતે વાહન ચલાવતા ક્યારે શીખીશું ?

આપની પાસે હવે સબર ધીરજ અને શાંતી રહી નથી .આપને કઈ કામ ના હોય તો પણ વગર કામની રાતદિવસ દોડાદોડી કરીએ છીએ.નિરાંત અને મોકળાશની આપના જીવનમાંથી બાદબાકી કરી નાખી છે આપને ચેન સુકુન ભુલી ગયા છે 
આપને જન્મ લેવો હોય તો 9 મહિના સુધી આપના માતાપિતા અને પરિવારને રાહ જોવી પડે છે.શાંતી સબર અને ધીરજથી રાહ જોવી પડે છે
આપણે જન્મ લીધા પછી બોલવા અને ચાલવા માટે 2 વરસ રાહ જોવી પડે છે એમાં ઉતાવળે આંબા પાકે નહીં.
આપને બાલમંદિર કે નર્સરીમાં પ્રવેશ લેવો હોય તો 3/4 વરસ રાહ જોવી પડે છે
જો આપને મતદાન કરવું હોય તો 18 વરસ સુધી રાહ જોવી પડે છે 
આપને લગ્ન કરવા હોય તો લગભગ 25 વરસ સુધી રાહ જોવી પડે છે 
લગ્ન પછી સંતાન પ્રાપ્તિ માટે પણ રાહ જોવી પડે છે 
આવી રીતે આપને અનેક પ્રસંગોએ બહુ લાંબી રાહ જોવી પડે છે .
પણ વાહન ચલાવતી વખતે કોણ જાણે આપણને શુ થઈ જાય છે કે 30 સેકંડ પણ આપને શાંતિથી સીધા ઊભા રહેતા નથી ઘણા મિત્રો તો ખબર છે કે 30 સેકંડ પહેલા સિગ્નલ કોઈ પણ હિસાબે ખુલવાનું નથી છતાં ઘડી ઘડી સાવ ખાલી ખાલી હોર્ન માર્યા કરીએ છીએ .ખાલી ખાલી હોર્ન મારવાથી શુ ટ્રાફિક સિગ્નલ જલ્દી ખુલી જશે? શુ 30 સેકંડનું સિગ્નલ 15 સેકંડમાં ખુલી જશે ? ના આ 30 સેકંડમાંથી એક પણ સેકંડ ઓછી થવાની નથી 
આપને બધું ખબર છે બધું જાણીએ છીએ છતાં શા માટે ઉતાવળ કરીએ છીએ અરે અમુક મિત્રો તો એક્સીલેટર ફાસ્ટ આપી જાણી જોઈને કર્કશ અવાજ ઊભો કરે છે અને વગર કામનું પેટ્રોલ બાળે છે 
આપનો કોઈ એટલો મોટો વેપાર કે બિઝનેશ નથી કે ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો ચાર રસ્તા પર 30 સેકંડ પણ ઊભા ના રહી શકીએ?
30 સેકંડમાં પણ આપને જગ્યા ના હોય તો પણ આગળ બીજા વાહનો ઉભા હોવા છતાં આગળ જવાની કોશિશ કરીએ છીએ .
આપની આગળનું વહાણ જરા ટ્રાફિકમાં ધીમું પડે કે 5/10 સેકંડ ઉભું રહે તો આપને એ વાહનની પાછળ ઉભા રહેવાને બદલે ઓવરટેક કરી આપના જાનનું જોખમ હાથે રહીને ઉભું કરીએ છીએ.
ભગવાન ના કરે કોઈ અકસ્માત થઈ ગયો તો પછીની સારવાર માટે પાણીની જેમ રૂપિયા વાપરવા પડી શકે છે .થોડા કલાકો કે થોડા દિવસો કે થોડા મહિના પણ તમારી સારવારમાં થઈ શકે છે
તમારી બે ચાર સેકંડની ઉતાવળ ઘણા તકલીફવાલા પરિણામો લાવી શકે છે 
દર વખતની જેમ ભાગ્યને દોષ આપી છુટી જવું એ ખોટી વાત છે ખોટી માન્યતા છે
તમારા પર તમારા પત્ની તમારા સંતાનો તમારા વૃદ્ધ માતાપિતાની જવાબદારી છે 
વાહન ચલાવતી વખતે ખાસ દયાન રાખો તમારો આખો પરિવાર ઘરે તમારી ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે માટે મિત્રો વાહન ચલાવો તે વખતે શાંતિથી આરામથી વાહન ચલાવી તમે અને તમારા પરિવારને સુખ શાંતિ અને ચેન સુકુન આપો 
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

વધુ નવું વધુ જૂનું