જસદણ નગરપાલિકામાં સભ્યોનો વોક આઉટ: અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં આજે સામાન્ય સભા યોજાય હતી જેમાં એક સભ્ય સિવાય ભાજપ કોંગ્રેસનાં ૨૭ સભ્યો હાજર રહ્યાં હતાં તે પૈકી કેટલાક સભ્યોએ સભા શરૂ થાય તે પેહલા સભાનો વિરોધ દર્શાવી ચાલતી પકડી હતી તો કેટલાંક સભ્યો છે ક સુઘી સાથે રહી ભાજપને વફાદાર રહ્યા હતા
જસદણ નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે જે બીજી મુદ્દત પુરી થવાને આરે પહોંચી છે ત્યારે મંગળવારે જસદણ શહેરમાં થયેલ કરોડો રૂપિયાના વિકાસના કામો અંગે એક સામાન્ય સભા વર્તમાન પ્રમુખ શ્રીમતિ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાના અધ્યક્ષસ્થાને મળી હતી તેમના કાર્યકાળમાં આઠમી સામાન્ય સભા હતી અગાઉની સાત સભામાં ભાજપ કોંગ્રેસના દરેક સભ્યો અનિતાબેન સાથે હતાં
પરંતું આ સામાન્ય સભામાં ભાજપના ૧૩ સભ્યોએ કોઈ મોવડીને જાણ કર્યાં વગર જ સભામાં હાજરી પુરાવી સભામાંથી ચાલતી પકડતાં આ સામાન્ય સભાના એજન્ડા પેન્ડિંગ રહ્યાં હતાં આ બાબતે ભાજપના ૧૩ સભ્યોએ સભાનો વિરોધ દર્શાવી ચાલતી પકડતાં ત્યારબાદ કોંગ્રેસના ચાર સભ્યોએ કેટલાંક એજન્ડાનો વિરોધ દર્શાવ્યો તો કેટલાંક એજન્ડામાં અન્ય ભાજપના ૧૦ સભ્યો સાથે રહેતાં આ સામાંન્ય સભામાં મોટા ભાગના કામોને બહાલી મળી નહોતી
જો કે કેટલાંક એજન્ડામા ભાજપ અને કોંગ્રેસના સભ્યો પ્રમુખ સાથે રહેતા આમ ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું દરમિયાન પ્રમુખ અનિતાબેનએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક વિકાસના કામોમાં દરેક સભ્યોએ સાથ અને સહકાર આપેલ પણ આ સામાન્ય સભામાં કોનો વિરોધ અને કેમ કેટલાંક સભ્યોએ ચાલતી પકડી તે મને કંઈ સમજાયું નહી પ્રજાના વિકાસના કામોમાં મે ક્યારેય કોઈ કસર છોડી નથી જેના કારણે શહેરમાં વિકાસ પણ છે જ્યારે વોર્ડ નંબર ૨ ના સભ્ય જલ્પાબેન દુર્ગેશકુમાર કુબાવતએ જણાવ્યું હતું કે કેટલાંક એજન્ડા અમને વ્યાજબી ન લાગતા અમે વિરોધ દર્શાવ્યો અને વ્યાજબી એજન્ડા સામે સહમતી દર્શાવી જ છે.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News