જસદણમાં વ્યાજખોર જગદીશ સામેની ફરિયાદ પાશેરામાં પહેલી પૂણી સમાન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજયભરમાં વ્યાજખોરો સામેની ઝુંબેશ અન્વયે જસદણમાં ઉંચુ વ્યાજ વસુલવા ધમકી આપનાર વ્યાજખોર સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિશ્વાસ કાંતીભાઇ પરમાર (રહે.દધાલીયા, તા. મોડાસા)એ વ્યાજખોર જગદીશ ધીરૃભાઇ વઘાસીયા (રહે. ચીતલીયા રોડ, સરદાર ચોક, જસદણ) સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને રૂપીયાની જરૃરત પડતા આરોપીએ કોઇ પણ જાતના નાણા ધીરધારના લાયસન્સ વગર ફરીયાદીને ૮૦ હજાર રૃપીયા વાર્ષિક ૩૬ ટકા લેખે વ્યાજે આપ્યા હતા. ત્યાર બાદ વધુ રૃપીયાની જરૃર પડતા ફરીયાદીને માસીક ૧૦ ટકા લેખે ૮૦ હજાર રૃપીયા વ્યાજે આપ્યા હતા અને ૮૦ હજારની રકમ સામે ૩ લાખ રૂપીયાની માંગણી કરતો હતો. ફરીયાદીએ મૂળ રકમ આરોપીને ચુકવી આપેલ હોવા છતા ઉંચા વ્યાજની ઉઘરાણી કરી ફરીયાદીને દબાણ કરતો હતો.
આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે જસદણ પંથકમાં દરરોજ કરોડો રૂપિયાની હેરફેર થાય છે ત્યારે આ ફરિયાદ પાશેરામાં પહેલી પૂણી સમાન છે.
Tags:
News