કોઈ પણ કામ સતત 70 વરસ સુધી સફળ રીતે કરવું ચલાવવું ખાવાના ખેલ નથી એમાં પણ માત્ર 10 વરસના દામ્પત્ય જીવન પછી અચાનક પતિ વજુભાઇ કોટકનું અવસાન થતાં એક નહીં ત્રણ ત્રણ સામયિકો ચલાવવાની જવાબદારી અચાનક માથા પર આવી જતા છતાં હિંમત હાર્યા વિના આ ત્રણ ત્રણ સામયિકો " ચિત્રલેખા " જી" અને " બીજ "નું સફળ સંચાલન ન જ ન કર્યું પરંતુ એને વધારે લોકપ્રિય બનાવ્યા વધારે વેચાણ કર્યું .
મધુરીબેને ક્યારેય કોઈ સન્માન સ્વીકાર્યું નહોતું કે કદી પણ જાહેર કાર્યક્રમોમાં મંચ પર સ્થાન લીધું નહોતું
ભારતના પહેલા મહિલા ફોટોગ્રાફર પારસી વ્યારાવાલા પછી બીજા ક્રમના શ્રેષ્ઠ મહિલા ફોટોગ્રાફર હતા મધુરીબેન 1960 થી 1980 સુધી ખાસ્સા સક્રિય હતા 60 થી 70 ના દાયકાની ટોચની અભિનેત્રીઓ સાથે મધુરીબેનને ઘર જેવા સંબધ હતા કઈ કેટલી ઘટનાઓ અને ફિલ્મના સેટ પર જઈ હીરોઇનના અદભુત ફોટોગ્રાફ લીધા હતા
પત્રકાર અને ફોટોગ્રાફીના દિગગજ એવા મધુરીબેને મુંબઈમાં 92 વરસની વયે અંતિમ શ્વાસ લેતા એક આખો યુગ સમાપ્ત થઈ ગયો
મધુરીબેન તેમના પતિ વજુભાઇ કોટક સાથે " ચિત્રલેખા' ના સહ સંસ્થાપક હતા મધુરીબેન વજુભાઇ પાસેથી પત્રકારત્વ અને ફોટોગ્રાફીના પાઠ શીખ્યા હતા
અચાનક વજુભાઇનું અવસાન થતાં મધુરીબેન પર " બીજ " જી " અને ચિત્રલેખાની સમગ્ર જવાબદારી આવી ગઈ મધુરીબેનને શરૂઆતમાં કેટલાક લેખકમિત્રોનો સાથ મળ્યો હતો જેમાં હરકિસન મહેતા .વિજયગુપ્ત મોર્ય જીતુભાઇ મહેતા વેણીભાઈ પુરોહિત હરીશ બચુનો સાથ સહકાર મળ્યો હતો
મધુરીબેનના લગ્ન 1949 માં વજુભાઇ કોટક સાથે થયા હતા લગ્નના 10 વરસ પછી અચાનક વજુભાઈનું અવસાન થયું હતું
ચિત્રલેખાની 2/50 /000 હજાર નકલો વેચાઈ રહી છે મરાઠીમાં પણ ચિત્રલેખા પ્રસિદ્ધ થાય છે
રામાયણ અને મહાભારત સિરિયલ આધારિત ફિલ્મ સામાયિક "જી" ની 1/40 /000 હજાર નકલો વેચાઈ જાય છે
એક મહિલા ધારે તો એકલા હાથે અનેક મોરચે કેવી રીતે સફળ થઈ શકે એનું જીવતું જાગતું ઉદાહરણ હતા મધુરીબેન
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત:મો.9376981427
Tags:
News