અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઉત્તરાયણ પર્વની નાગરીકોને શુભેચ્છા પાઠવતા જસદણ નગરપાલિકા પ્રમુખ

ઉત્તરાયણ પર્વની નાગરીકોને શુભેચ્છા પાઠવતા જસદણ નગરપાલિકા પ્રમુખ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ જસદણ શહેરના તમામ નાગરીકોને ઉત્તરાયણના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ આત્મબોધ પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે દેશમાં અગણિત સંતો ઋષિઓ અને સિદ્ધપુરુષોએ આ સમયગાળામાં પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરેલાના ઘણાં કિસ્સાઓ પુરાણમાં છે વધુમાં જણાવ્યું હતું કે આ પર્વ પર ખાસ કરીને પતંગ રસિયાઓ અને બાળકો પોતાની જવાબદારી સાથે પતંગ ચગાવે અને કોઈ અકસ્માત ન બને તે માટે ચીવટ રાખે છેલ્લે આ પર્વ પર શહેરીજનોના સ્વાસ્થ્ય અંગે શુભકામના વ્યકત કરી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું