જસદણવાસીઓને આ વર્ષે સસ્તું ઉંધીયું ખાવા મળશે: પાનેતર કેટરર્સનું જબરું આયોજન
જસદણમાં દર ઉત્તરાયણ નિમિત્તે પતંગના પેચ સાથે મનના પેચ લગાડતાં લગાડતાં શહેરીજનો લાખો રૂપિયાનું ઉંધીયું ઝાપટી જાય છે ત્યારે શનિવારે ઉત્તરાયણના દિવસે જાણીતા પાનેતર કેટરર્સએ આ વર્ષે ૐ બિમાર નંદી ગોશાળાના લાભાર્થે શહેરમાં જૂદી જૂદી ત્રણ જગ્યાઓ પર રાહતદરે ઊંધિયાનું વિતરણ કરશે
અને એમાંથી જે આવક થશે તે બિમાર ગાયો માટે વાપરશે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજીના પેચ લડાવવાની સાથોસાથ પ્રત્યેક ગુજરાતીઓ ઊંધિયાની મોજ માણે છે જેથી જસદણવાસીઓ માટે આ વર્ષે અમે સરદાર ચોક, પટેલ જનરલ સ્ટોર મોતીચોક અને એસ ટી ડેપો સામે સવારથી જ એક કિલો ઊંધિયાના ફ્કત ૧૫૦ રૂપિયાના રાહત ભાવે વિતરણ કરીશું
પ્યોર ઘાણીના શુદ્ધ સીંગતેલથી બનાવેલ ઊંધિયાની જે આવક થશે તે અમો ગાયમાતા માટે વાપરશું
હરિ હીરપરા જસદણ
મો.9723499211
Tags:
News