અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના સાણથલી ગામની સીમમાં દારૂનું કટિંગ થતું ને આટકોટ પોલીસ ત્રાટકી: લાખોનો મુદ્દામાલ કબજે

જસદણના સાણથલી ગામની સીમમાં દારૂનું કટિંગ થતું ને આટકોટ પોલીસ ત્રાટકી: લાખોનો મુદ્દામાલ કબજે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના સાણથલીની સીમમાં ટ્રાવેલ્‍સની બસમાંથી દારૂનું કટીંગ થતું હતું ત્‍યારે આટકોટ પોલીસે દરોડો પાડી ૧૦.૨૬ લાખના દારૂના જથ્‍થા સાથે ગોંડલ પંથકના પાંચ શખ્‍સોને ઝડપી લીધા હતા. જ્‍યારે અન્‍ય પાંચના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાય છે.
પ્રાપ્‍ત વિગતો મુજબ વેરાવળ (સાણથલી)થી બીલડી જતાં કાચા રસ્‍તે આવેલ ભુરા ગાંડુ વાઘેલા રહે. વેરાવળની વાડીએ દારૂના જથ્‍થાનું કટીંગ થતું હોવાની બાતમી મળતા રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આટકોટના પીએસઆઇ જે.એચ.સીસોદીયા તથા ટીમે દરોડો પાડતા લકઝરી બસમાંથી દારૂના જથ્‍થાનું કટીંગ ચાલતું હતું અને પોલીસને જોઇ નાસભાગ મચી ગઇ હતી.
પોલીસે ૧૦.૨૬ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો, પાંચ મોબાઇલ તથા એક લકઝરી બસ, કાર અને એક બાઇક મળી કુલ ૨૧.૫૧ લાખના મુદ્દામાલ સાથે ભરત ભીખાભાઇ જાદવ રહે. મહાકાળીનગર શેરી નં. ૨, ગોંડલ, ગોપાલ હસમુખભાઇ મકવાણા રહે. ભગવતપરા ગોંડલ, રાજુ લાલજીભાઇ પરમાર રહે. ચોરડી તા. ગોંડલ, સંજય ઉર્ફે સન્‍ની મગનભાઇ ડાભી રહે. કેસવાળા તા. ગોંડલ તથા વિશાલ નારણભાઇ સોલંકી રહે. ભગવતપરા ગોંડલને ઝડપી લીધા હતા. આ રેડ દરમિયાન વાડીનો માલીક ભુરા વાઘેલા રહે. વેરાવળ, હિતેશ ભરવાડ રહે. ગોંડલ તથા અન્‍ય એક અજાણ્‍યો શખ્‍સ, ટ્રાવેલ્‍સ બસ નં. આરજે-૪૬-પીએ-૧૬૮૨નો ડ્રાઇવર તથા કલીનર તેમજ ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો મોકલનાર શખ્‍સની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું