અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જન સમ્પર્ક દ્વારા જન માનસ સુધી પહોચતી – વીરનગર હાઇસ્કૂલની N.S.S. ખાસ શિબિર

જન સમ્પર્ક દ્વારા જન માનસ સુધી પહોચતી – વીરનગર હાઇસ્કૂલની N.S.S. ખાસ શિબિર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
શ્રી વી. પી. હાઇસ્કૂલ – વીરનગર મા ચાલતા એન. એન. એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષની દતક લીધેલ ગામ ખારચીયા ( હનુમાન ) ખાતે ખાસ શિબિર તા. 15-01-23 થી 21-01-23 સુધી
નુ આયોજન કરવામા આવ્યુ. 
આ ખાસ શિબિરનો હેતુ સમાજ સેવાના કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ
ને વિકસાવવાનો છે. જેનુ લક્ષ્ય શિક્ષા દ્વારા સમાજ સેવા અને સમાજ સેવા દ્વારા શિક્ષાનો છે.

 તા. 15-01-23 ના રોજ હનુમાન મંદિરના મહંત શ્રી પ્રકાશગીરી બાપુ દ્વારા દિપ પ્રગટાવી આ શિબિર નુ ઉદઘાટન કરવામા આવ્યુ આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા મગનભાઇ ચોવટીયા , ( સરપંચ શ્રી ) પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભુવાભાઇ તથા સ્ટાફ અને ગામ આગેવાનો હાજર રહ્યા. પ્રોગ્રામ ઓફિસર શ્રી એસ.એલ. ખીમાણી એ આવેલા સૌ મહેમાનો નુ સ્વાગત કરેલ અને એન. એસ.એસ. નો અર્થ અને કાર્ય ની વિસ્તુત માહિતી આપેલ. 
આજાદી કા અમ્રુત મહોત્સવ ના ભાગ રુપે કચરા મુક્ત ગામનુ ગોદર ( ગામ નુ આંગણુ – પાદર ) નો પ્રોજેક્ટની રચના કરી આ નીમિતે 112 (એક્સો બાર) બોરા પ્લાસ્ટિક તથા કચરો ભેગો કરી તેને બાળી નાશ કરવામા આવ્યો. 

 ગામના પાદરમા રહેલ ભવ્ય “સ્માશાન ગ્રુહ “ મા જઇ જાડના ખામણા કરી પાણી પાવામા આવ્યુ. જાડ ને ગેરુ ચુના થી રંગવામા આવ્યા અને સમગ્ર સ્મશાન ને કચરા મુક્ત કરી –“ એક બાળ એક વ્રુક્ષ” ની થીમ સાથે વ્રુક્ષારોપણ કરવામા આવ્યુ.
 બેટી બચાવો , બેટી પઢાવોના કન્સેપ્ટને સરિતાર્થ કરી નાની નાટિકા કરાવવામા આવી – ભણેલી દિકરી સો ઘર તારે – દેશને બેઠો કરશે કોણ નવ યુવાન - નવ યુવાન – અન જહાકા હમને ખાયા વો હૈ પ્યારા દેશ હમારા – જેવા નારા લગાવી લોક જાગ્રુતી માટે વિશાળ રેલી કાઢવામા આવી હતી.
 આ શિબિરમા યોગ, ધ્યાન , કસરત , પ્રાથના, રોજ ભજન , લોકગીત, એન.એસ.એસ. સોન્ગ પ્રભાતફેરી વગેરે કાર્ય કરવામા આવ્યા.
 જન સંપર્ક દ્વારા શૈક્ષણિક સર્વેક્ષણ – સૌચાલય – સર્વેક્ષણ વગેરે આ ઉપરાંત આંગણવાડીમા ભણતા વિદ્યાર્થીની હાજરી વગેરે બાબતોનો અભ્યાસ કરાવવામા આવ્યો.
 ખારચીયા ( હનુમાન) પ્રાથમિક શાળા મા ભણતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પ્રધાઓ જેમા ચિત્ર સ્પ્રધા, રાસ, ગરબા અને સાંસ્ક્રુતિક કાર્યક્રમ કરી તેને માટે ઇનામ વિતરણ કરવામા આવ્યુ.
 છેલ્લા દિવસે ખાસ કર્યક્રમની પુર્ણાહુતિમા મહંત શ્રી પ્રકાશગિરી બાપુ તથા ગામ આગેવાનો તથા ભટ્ટભાઇ , ગીતાબેન , અર્જુનભાઇ તથા વી.પી. હાઇસ્કૂલ વીરનગરનો સ્ટાફની હાજરીમા તથા અને પ્રકાશાગીરી બાપુના આશિર્વાદ સાથે માન . મનિશાબેન દ્વારા આભાર વિધિ કરિ કાર્યક્રમની પુર્ણાહુતિ કરી- વિદ્યાર્થીઓને રાજકોટની બાજુમા ઢોલરા- દિકરાનુ ઘર ની મુલાકાત લેવરાવવામા આવી હતી. આ સાત દિવસની શિબિરનુ સમગ્ર સંચાલાન પ્રોગ્રામ ઓફિસર શ્રી એસ. એલ. ખીમાણી તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી એ.એ.ગીડા તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામા આવ્યુ હતુ. ગ્રામજનો દ્વારા શિબિરના વિદ્યાર્થી અને સ્ટાફ તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી – સ્ટાફ તમામને ભજિયા પાર્ટિ આપી સમગ્ર શિબિરનુ સમાપન કરવામા આવ્યુ હતુ.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું