અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં મહિલા કોર્પોરેટરના પતિની વાડીમાંથી રૂ.1.23 લાખનો દારૂ ઝડપાયો

જસદણમાં મહિલા કોર્પોરેટરના પતિની વાડીમાંથી રૂ.1.23 લાખનો દારૂ ઝડપાયો


  • કોઠી નાલા પાસે વાડીની ઓરડીમાં દારૂ અને બીયરનો જથ્થો છુપાવ્યો'તો, આરોપી ફરાર

જસદણમાં જાણે કે બુટલેગરોને પોલીસનો જરાપણ ડર ન હોય તેમ બેફામ ઈંગ્લીશ દારૂનું વેચાણ થતું હોવાથી જાગૃત લોકોમાં સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જસદણ શહેરભરમાં બેફામ ઈંગ્લીશ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. છતાં જસદણ પોલીસ દારૂનું વેચાણ કરનારા બુટલેગરોને પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં નિષ્ફળ નીવડતા અનેક પરિવારના લોકો દારૂના રવાડે ચડી જઈ પરિવારનો માળો વેરવિખેર કરી રહ્યા છે.

જસદણમાં મહિલા કોર્પોરેટરના પતિની વાડીમાંથી રૂ.1.23 લાખનો દારૂ ઝડપાયો


ત્યારે રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમે જસદણ શહેરના કોઠી નાલા પાસે આવેલ જસદણ નગરપાલિકાના વોર્ડ નં.1 ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ મેહુલ ઉર્ફે રાજો લાલજીભાઈ કુંભાણીની વાડીમાં આવેલ ઓરડીમાં રાખેલા દારૂ ઉપર દરોડો પાડી રૂ.1.23 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી જયપાલસિંહ રાઠોડની સુચનાથી રૂરલ ક્રાઈમ બ્રાંચની ટીમો પ્રોહિબિશનના કેસો શોધવાની કામગીરીમાં હતી.

તે દરમિયાન બાતમી મળી હતી કે, જસદણ નગરપાલિકાના વોર્ડ નં.1 ના મહિલા કોર્પોરેટરના પતિ મેહુલ ઉર્ફે રાજો લાલજીભાઈ કુંભાણીએ પોતાની વાડીની ઓરડીમાં દારૂની બોટલો છુપાવી છે. જેથી એલસીબીની ટીમે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડતા મેહુલ ઉર્ફે રાજોની માતા સવિતાબેન ત્યાં હાજર હોય તેણે વાડી મેહુલની હોવાની ખરાઈ કરી હતી. જેથી પોલીસે તપાસ કરતા વાડીની ઓરડીમાંથી દારૂની 307 બોટલ અને 34 નંગ બીયરના ટીન મળી કુલ રૂ.1,23,195 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો કબ્જે કરી ગુન્હો દાખલ કરી મેહુલ ઉર્ફે રાજો કુંભાણી નાશી ગયો હતો.

વધુ નવું વધુ જૂનું