આખી દુનિયા પર શાસન કરવું શક્ય છે ખરું ?
માણસના લોભ લાલચને કોઈ સીમા નથી.માણસને જેટલું ભગવાનએ આપ્યું છે કે આપી રહ્યા છે તે કાયમ ઓછું પડે છે હમેશા ઓછું જ લાગે છે પોતાના વેપાર રોજગારમાં ધંધા માણસ મહેનત કરી આગળ આવવાની કોશિશ કરે તો એ બરાબર છે પણ છેલ્લા કેટલા સમયની ઘટનાઓ અને બનાવો એમ દર્શાવે છે કે કોઈ સિન્ડિકેટ આખી દુનિયા પર કબજો કરવા માંગે છે .પોતાની મનમાની કરવા માંગે છે
આ સિન્ડિકેટ આખી દુનિયા પર શાસન કરવા માંગે છે એ માટેની યોજનાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે શાસકો રાજકીયપક્ષો અગ્રણી રાજનેતાઓ મીડિયા ગૃહો બધાને હાથો બનાવી આ રમત આગળ ધપાવવામાં આવી રહી છે
ધીમે ધીમે આપણે પણ જાણ્યે અજાણ્યે આ લોકોના મોહરા ચોક્કસ બની જઈશું.એ દિવસો દુર નથી કે કોઈ આપનો ઉપયોગ કરી રહ્યું હશે અને આપણે ખબર પણ પડશે નહીં આપણે એ લોકોની જાળમાં આપણે પણ ફસાઈ ગયા હોઈશુ અને આપને ખબર પણ હશે નહીં
આપના મગજ વાણીવર્તનમાં ફેરફાર કોઈ કરી શકે છે એ વાતમાં આપણે હમણાં ઝટ વિશ્વાસ બેસતો નથી પણ આવું થઈ રહ્યું છે
તમારી આજુબાજુની ઘટનાઓ બનાવોનું બારીકાઈથી નિરીક્ષણ કરો ધીમે ધીમે તમારું મગજ ચકરાઈ જશે.
વિચારો દેશના અગ્રણી ઉદ્યોગપતિને રાતોરાત આ લોકો આટલો લાંબો ફટકો મારી શકે છે તો તમારી અને મારી શુ વિસાત?
ખબર નહીં આ દુનિયાનું હવે શું થશે.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information