જસદણમાં શકિત મોલવાળી શેરીના બંધ મકાનમાં તસ્કરો રોકડ દાગીના સહિત ૫.૮૦ લાખની મતા ચોરી ગયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં શ્રી હરીનગર, ગીતાનગર પાછળ, ખાનપર રોડ શકિત મોલવાળી શેરીમાં રહેતા અને કેબલનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઇ લખમણભાઇ મેરના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી મેઇન દરવાજાનો નકુચો તોડી રૂમમાં અંદર રહેલ તિજોરી (કબાટનો) લોક તોડી તથા તિજોરીની અંદર રહેલ લોકર તોડી લોકરમાં રહેલ રોકડા રૂપીયા ર લાખ તથા સોના-ચાંદીના દાગીના કિંમત ૩.૮૦ લાખ મળી કુલ પ.૮૦ લાખની મતા ચોરી કરી ગયા હતા.
મકાન માલીક નરેન્દ્રભાઇ મેર તથા તેના પરીવારજનો લગ્ન પ્રસંગમાં મકાનને તાળા મારી બહારગામ ગયા હોય એ દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘર સાફ કરી ગયા હતા. આ અગે નરેન્દ્રભાઇની ફરીયાદ પરથી પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News