ભાવનગર રોટરી ક્લબ આયોજિત સાયકલોથોનમાં ઈસ્માઈલ ટીનવાળા અને રોઝીલ કપાસીએ મેદાન માર્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભાવનગર રોટરી ક્લબ આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે રોટરી સાયકલોથોન ૨૦૨૩નું સતત ભવ્ય આયોજન થયેલ જેમાં આ થોનમાં કુલ મળી ચાર હજાર ભાવેણા વાસીઓએ ભાગ લઈ ચાર ચાંદ લગાવી દીધા હતા. ભાવનગરના રૂપાણી સર્કલથી શરૂ થયેલ ગુલિસ્તા ગ્રાઉન્ડે પુરી થયેલ
આ સાયકલોથોનમાં હજજારો ભાવનગરવાસીઓએ જૂદી જૂદી વયના ગ્રુપમાં તન મન અને ધનથી ભાગ લઈ ધન્યતા અનુભવી હતી જેમાં ખાસ કરીને ભાવનગર દાઉદી વ્હોરા સમાજના સેવાભાવિ અગ્રણી શ્રી ઈસ્માઈલભાઈ ટીનવાળા, અને આવા અનેક જાહેર કાર્યક્રમોમાં માન ઈકરામ મેળવનાર વિદ્યાર્થીની રોઝીલબેન સૈફુદ્દીનભાઈ કપાસી એ પોતાની વયના ગ્રુપમાં અવ્વલ નંબરે રહી મેદાન માર્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News