અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપણે ત્યાં ગુજરાતી ભાષાનું મહત્વ દિવસે દિવસે કેમ ઘટતું જાય છે ? જવાબદાર કોણ ?

આપણે ત્યાં ગુજરાતી ભાષાનું મહત્વ દિવસે દિવસે કેમ ઘટતું જાય છે ? જવાબદાર કોણ ?

એજ વિચારે ફુલે ગજ ગજ મારી છાતી.
હું અને મારી ભાષા બન્ને ગુજરાતી.
ગુજરાતી સાહિત્યમાં આપણે અઢળક અને મબલખ સહિત્યવારસો ધરાવીએ છીએ .નર્મદથી માંડીને કલાપી ઝવેરચંદ મેઘાણીથી માંડીને ભગવતીકુમાર શર્મા સુધી મરીઝ ઘાયલ બેફામથી માંડીને ગની દહીંવાલા સુધી એકથી એક રચનાઓ આપની પાસે છે છતાં દુઃખ સાથે કહેવું પડે છે આપને બધા આપણી માતૃભાષા ધીમે ધીમે ભુલી ગયા છે.
લાગણીના જળ વડે મર્દન કરું છું.
શબ્દો કાગળ પર લખી ચંદન કરું છું 
બે ગઝલ બે ગીતોના પુષ્પો ચડાવીને 
માતૃભાષાને પ્રથમ વંદન કરું છું.
આજે આપણે વાતચીતમાં ગુજરાતીભાષાનો ઉપયોગ કરતા કરતા કેટલાક અંગ્રેજી શબ્દોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ.છીએ.જેમ કે આવોની જગ્યા પર વેલકમ આભારની જગ્યા પર થેન્કયુ દિલગીરની જગ્યા પર સોરીનો ઉપયોગ કરીએ છીએ .અરે આપના ઘરમવાથી કોઈ મિત્ર કે મહેમાન કે સગા સબંધીઓ જાય તે વખતે આપણે ગુજરાતી શબ્દ આવજો કહીએ છીએ જાવો નથી કહેતા એની જગ્યા પર અંગ્રેજી બાય શબ્દ જામતો નથી.છતાં આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. 
મને સારું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી 
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે 
ભાષા માટે આપણે કેમ અભિમાન લેતા નથી ગુજરાતની બધી સ્કુલ કોલેજ દુકાનો ઓફીસો પર નામના પાટિયા શા માટે ગુજરાતીમાં લખતા નથી 
અંગ્રેજી એપલથી શરૂ થઈ ઝેબરા જાનવર બનાવીને છોડે છે જ્યારે ગુજરાતી વિશ્વની એક માત્ર ભાષા છે જે અ અભણથી શરૂ થાય છે અને જ્ઞાની બનાવીને છોડે છે 
આપણે બધાએ સામુહિક પ્રયાસો કરી ગુજરાતીને મહત્વ આપવું પડશે ઘરમાં વાતચીતમાં ગુજરાતીનો જ ઉપયોગ કરવો જોઈએ ઘરમાં ગુજરાતી અખબારો મેગેઝીનો રોજ આવવા જ જોઈએ આપણે વાંચીશું તો આપણા સંતાનો વાંચશે જ .નવરાશના સમયે બાળકોને સારી વાર્તાઓ કહો સારી કવિતા ગઝલો કહો એનો અર્થ સમજાવો આપણી પાસે બાલ સાહિત્ય પણ ઘણું છે એ લાવી આપો 
કોઈ સારા પ્રસંગોમાં ફૂલોના બુકેની જગ્યા પર સારા પુસ્તકો ભેટ આપો .
દર રવિવારે મિત્રો સાથે ભેગા મળીને જુના પુસ્તકો વાચકોને વાંચવા આપો શાળા કોલેજમાં જઇ વિદ્યાર્થીઓને ગુજરાતી વાર્તા કહો ટુંકી વાર્તાઓ કહો આપના દિગજ્જ કવિમિત્રો નવલકથાકારો લેખકો શાયરમિત્રોની જાણકારી આપો.
જાગો મિત્રો જાગો જો આવું ને આવું ચાલતું રહ્યું તો પછી ગુજરાતીનું પણ ગુજરાતી કરવાના દિવસો આવશે
જય જય ગરવી ગુજરાત
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો