અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપને બહુ ઝડપભેર વિનાશ અને પતન તરફ તો આગેકૂચ કરી રહ્યા નથી ને ?

આપને બહુ ઝડપભેર વિનાશ અને પતન તરફ તો આગેકૂચ કરી રહ્યા નથી ને ?

1947 માં આપનો દેશ આઝાદ થયો તે વખતે ભારતની વસ્તી 33 કરોડ હતી.હવે 2023 માં આપની વસ્તી આશરે 138 કરોડ પર પહોંચી છે.છેલ્લા 75 વરસમાં આપની વસ્તી ચાર ગણી વધી ગઈ છે.
આ બધા ભારતીયોને રોટી-કપડાં-મકાન -પીવાનું શુદ્ધ પાણી સસ્તું સુલભ શિક્ષણ અને જરૂરિયાતના સમયે મળવી જ જોઈતી આરોગ્ય સેવાઓ આપને હવે પુરી પાડી શકીએ એમ નથી.
દેશમાં દર વરસે લાખો શિક્ષિત યુવાનો બહાર પડે છે પણ સ્વભાવીક છે કે બધાને એક સાથે નોકરી રોજગાર આપી શકાય એમ નથી ટેલેન્ટ અને પ્રતિભાશાળી સ્કિલ ઉન્નર કલા કારીગરી જાણતા યુવાનોનો અભાવ બેકારીમાં વધારો કરી રહી છે.
આપના દેશ પર અત્યારે 150 લાખ કરોડનું દેવું છે એમા દર વરસે માત્ર જંગી વ્યાજ ચૂકવવું પડે છે મુદ્દલ બાકી જ રહી જાય છે 
કેન્દ્ર સરકાર દર વરસે બજેટ બહાર પાડે છે 85 ટકા ભારતીયોને બજેટમાં 20 ટકા પણ સમજ પડતી નથી .5 ટકાને કઈ પડી હોતી નથી 15 ટકા મગજ કસી કસીને બજેટ સમજવાની કોશિશ કરે છે ત્યાં દિલ્હીના કેન્દ્ર સરકારના બજેટ પછી રાજ્યોના બજેટ આવી જાય છે એ હજુ પૂરેપૂરુ વાંચીએ એ પહેલાં સ્થાનિક મહાનગર પાલિકાનું બજેટ આવી જાય છે 
આ 3 બજેટ વચ્ચે ભારતીયો વરસોથી પીસાઈ રહ્યા છે આમાં કઈ સંકલન હોતું નથી માત્ર ને માત્ર કાગળ પર ઘોડા દોડવાઈ રહ્યા છે 
મને તો એ સમજાતું નથી કે ઠેઠ દિલ્હીમાં બેઠેલા નાણાંમંત્રી અને તેમનો સ્ટાફથી માંડીને સુરત મહાનગર પાલિકા સુધીના અધિકારીઓ વહીવટ કરનારાઓ શાસકો બજેટ રજૂ કરતા પહેલા હલવો શા માટે ખાઈ રહ્યા છે?
તમે એવી તો કઈ યોજના લાવ્યા ? એવું તો કયું કામ કર્યું કે હલવો ખાવો પડે છે?તમે કોઈ પ્રજાહિતનું કામ કર્યું હશે પ્રજાને પડતી તકલીફો મુસીબતો સમજી હશે પ્રજા વચ્ચે અર્ધી રાતે પણ ઊભા રહ્યા હશો તો પ્રજા તમને માત્ર હલવો જ નહી ખવડાવે બલ્કે તમને ઊંચકી ઊંચકી નાચશે.તમને બન્ને હાથે વધાવશે તમને ઓટોમેટિક મતો મળશે તમને મત માંગવાની કે કાર્યકરોને દારૂ રોકડા રૂપિયા કે બીજી ભેટ સોગાદો આપવાની જરૂર નહી પડે.
આપને જોઈ રહ્યા છે કે ઝિમ્બાબ્વે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોની હાલત કથળી રહી છે આપને ખરેખર વાસ્તવિક રીતે ક્યાં ઊભા છે એ આપણે ખબર હોવી જોઈએ.આપણી સત્ય હક્કીત તમામ ભારતીયોને ખબર હોવી જોઈએ ક્યાંક ના કરે નારાયણ આપનો વિકાસનો ફુગ્ગો ફૂટી આપણને ગંભીર નુકસાન ના કરી બેસે.
દેવું વધુ થાય તો કેવી કાળજી લેવી જોઈએ કેવા કરકસરના પગલાં લેવાવા જોઈએ સરકાર શુ કરી શકે છે? મોટા મોટા જાયન્ટ ઉદ્યોગપતિઓ શુ કરી શકે છે? આપને ભારતીયો શુ કરી શકીએ છીએ? ક્યાં ફરજીયાત કાપ મુકવો જોઈએ ? વધુમાં વધુ નાણાં કેવી રીતે બજારમાં ફરતા રાખી શકાય એનું જડબેસલાક આયોજન કરવું જોઈએ.
દરેક ભારતીયને આપના દેશની હાલત દેવા વિશે માહિતી હોવી જ જોઈએ.આપના લેણા - મુડી- અકસયમાતો -આપણું રિઝવફંડ -વિદેશી કંપનીઓનું રોકાણ ભારતીયોનું રોકાણ આપણું જમા વિદેશી હૂંડિયામણ વિશે કેટલા ભારતીયોને ખબર છે? આ બધી બાબતોમાં કેટલા ભારતીયો માહિતગાર છે?
આપનો વસ્તી વિસ્ફોટ કારમી કાતિલ કરપીણ મોંઘવારી દરરોજ વધતી બેરોજગારી બેકારોની રખડતી ફોજ આપના માટે ગમે તે વખતે મુસીબત ઊભી કરી શકે છે
દેશના 75 ટકા શ્રમિકો મજુરોને રોજ કામ મળતું થાય .અન્નદાતા ખેડુતોને કડી મહેનત પછી પોષણક્ષમ ભાવો મળે .યુવાનોને યોગ્ય રોજગાર નોકરીઓ મળે દેશમાં શાંતિ અમન ભાઈચારો જળવાઈ રહે તો કદાચ બહુ મોટો ફરક પડે.
ક્યાક આપણે ખોટી દિશામાં તો દોડી રહ્યા નથી ને?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
વધુ નવું વધુ જૂનું