ભાવનગરના ઘોઘા ખાતે વોલીબોલ ટુર્નામેન્ટમાં અમાફ ટીમનો ભવ્ય વિજય
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભાવનગરના ઘોઘા ગામનાં સોનારિયા તળાવના શેખ દાઉદ બાવાજી સાહેબની દરગાહના મેદાનમાં તાજેતરમાં વહોરા સમાજ દ્વારા એક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું જેમાં અમદાવાદ ભાવનગર રાજકોટ જામનગર જેવાં વિવિઘ ગામોની છ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ફાઈનલમાં ભાવનગર અને અમદાવાદની ટીમો વચ્ચે ઉત્તેજનાપુર્ણ મેચ ખેલાયા બાદ રસાકસીના અંતે ભાવનગરની અમાફ ટીમ ચેમપિયન બની હતી આ તકે દાઉદી વ્હોરા સમાજના આમિલ સાહેબ ભાવનગર વોલીબોલ સંઘના જીલ્લા ઉપ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા કોચ શ્રી સુરેશભાઈ પરમાર વગેરે મહાનુભવોના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવેલ આ તકે ટુર્નામેન્ટ સફળ બનાવવા જે લોકોએ સાથ અને સહકાર આપ્યો હતો તેનો દાઉદી વ્હોરા સમાજના ગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News