શબ્દોમાં જેનું વર્ણન કદી શક્ય જ નથી એવો જીવનનો યાદગાર અલોકીક અનુભવ.
મૌલા હુસેન અ.સ .ની કરબલાની ઝરી મુબારક
આજથી 1444 વરસ પહેલાં સત્ય માનવતા ખાતર ઇમામ હુસેન અ.સ.સાહેબ અને તેમના 72 ચુંનદા સાથીઓ સાથે 3 દીવસ ભુખ્યા પ્યાસા રહી સામે ચાલીને શહાદત વોહરી લેનાર ઇમામ હુસેન અ સ.સાહેબને કારણે ઇરાકમાં આવેલુ કરબલા અમર થઈ ગયું .
આપને મુંબઈ કે અમદાવાદથી કરબલા જઈ શકીએ છીએ
ઇમામ હુસેન અ.સ .અને સાથીઓએ મોહરમ મહિનાની 10 મી તારીખે શહાદત વોહરી લીધી હતી .તે મોહરમની દસમી તારીખે તમામ કામ ધંધા વેપાર બંધ રહે છે .બધા જ ઉપવાસ રાખે છે મોહરમના 9 દીવસ કરબલાના દર્દનાક બનાવો પર પ્રવચન થાય છે ગમ મનાવવામાં આવે છે ઇમામ હુસેન અ.સ .ની પ્યાસને યાદ રાખી શરબત દુધ કોલડ્રિન્ક પીવડાવવમાં આવે છે સમુહ ભોજનનું કાબિલે તારીફ આયોજન થાય છે હજારો લોકો શાંતિથી આરામથી એક સાથે ભોજન લે છે સ્વચ્છતા સફાઈનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે ભોજનનો એક પણ કણ બગાડ થાય નહીં એની ખાસ કાળજી રાખવામાં આવે છે
કરબલા આવવા માટે નજફથી આવવું પડે છે નજફથી કરબલા લગભગ 80 કિલોમીટર છે કરબલામાં એરપોર્ટ નથી પહેલા નજફ આવવું પડે છે મોહરમની 10 મી તારીખથી સફર મહિનાની 20 મી તારીખ સુધી 40 દિવસ મહત્વના ગણાય છે આ ચાલીસ દીવસ શ્રદ્ધાળુઓ આશરે 80 કિલોમીટર નજફે અશરફથી કરબલા ચાલતા ચાલતા કરબલા જાય છે .સૌથી સારી વાત એ હોય છે કે આ પગે ચાલનાર શ્રદ્ધાળુઓ માટે આખા 80 કિલોમીટરના રસ્તા પર ઠેરઠેર પાણી શરબત દુધ કોલડ્રિન્ક નાસ્તો બિસ્કિટ હળવુ ભોજન તમામ સગવડો કામચલાવું ઉભી કરવામાં આવે છે .દવા દારૂ તેમજ રહેવા સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તમારા પગ ધોવા અને તમારા હાથપગ દબાવવા ખીદમતગુજાર ભાઈઓ પડાપડી કરે છે .તમને જાણીને આશ્રય થશે આ ખીદમતગુજારો આખી દુનિયામાંથી આવેલા અતિધનવાન અતિશ્રીમંત લોકો હોય છે જે આ દિવસોમાં સેવા કરવા ખાસ સ્પેશિયલ વિમાનમાં પોતાનો લાખોનો વેપાર કામ ધંધો છોડી અહીં કરબલા આવે છે આ કામ માટે પોતાને અહીં સેવા કરવાનો મોકો મળ્યો છે એ માટે પોતાની જાતને નસીબદાર માને છે .વિશાળ આલીશાન મહાલયોમાં રહેતા આ સેવકો અહીં રસ્તા વચ્ચે કામચલાવ તંબુમાં રહે છે વહેલી સવારથી મોડી રાત સુધી સેવા કરે છે તમેં વિચારો કે જેના માટે આ લોકો પોતાનો લાખોનો કારોબાર છોડી રસ્તા પર સેવા કરવાને પોતાની ખુશકિસમતી સમજે છે તે મૌલા હુસેન અ.સ .અને મૌલા અલી અ.સ .ની શુ શાન હશે શુ મરતબો હશે ? કે જેમના માટે દેશવિદેશના લોકો પોતાના જાનમાલની પરવા કર્યા વગર સેવા કરવા ઊમટી પડે છે પગે ચાલીને જનાર માટે આ સેવાભાવીઓ કોઈ ચીજવસ્તુઓની કમી રહેવા દેતા નથી . આ લોકોની સેવા કરવાની મહેનત અને લગન જોઈ પગે ચાલનાર શ્રદ્ધાળુઓનો બધો થાક ઉતરી જાય છે અને બમણા જોશથી આગળ વધવાની પ્રેરણા મળે છે
કરબલાના સ્થાનિક લોકો પણ આપણે બહુ સારો સાથ સહકાર આપે છે હાજી સાહેબનું માનવાચક સંબોધન કરે છે
: ઝરીમુબારકની એકદમ પાસે પુષ્કળ ભીડ હોય છે આ લોકો આપણને હાથ પકડીને આગળ લઈ જઈ ઝયારત કરાવે છે ત્યાં હજારો માણસોની અવરજવર છતાં શિસ્ત ડીસીપ્લીન કાબિલે તારીફ છે શાંતિથી તમને ઝયારત કરવા મળે છે
તમેં ઝરીમુબારકથી થોડે દુર બેસીને પાક કુરાને શરીફની તિલાવત પણ કરી શકો છો.દુવાઓ કરી શકો છો.નમાજ પણ પઢી શકો છો માતમ પણ કરી શકો છો.ત્યાનું વાતાવરણ અલોકીક અદભુત શબ્દોમાં વર્ણવી ના શકાય એવું હોય છે જીવનનો યાદગાર કોઈ દીવસ ના ભુલાઈ એવો નજારો હોય છે
એક લોકવાયકા છે કે જેને પણ મૌલા હુસેન અ સ. સાહેબના દરબારમાંથી યાદ કરવામાં આવે મૌલા લબ્બેક કહે ત્યાં સુધી કોઈ ત્યાં જઈ શકતું નથી .તમારા કરોડો અબજો રૂપિયા પણ કઈ કામ લાગતા નથી નસીબદારને જ આ દરબારમાં હાજર થવાની રજા મળે છે
તમારી ઇમામ હુસેન અ સ પરની શ્રદ્ધા અને વિશ્વાસ આસ્થા જ તમારી સાચી મુડી છે
પાક પરવરદિગાર પાસે એમ દુવા કરીએ કે બધા મુમેનીનને હજ અને કરબલા એક નહી 70 વાર નસીબ થાય.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information