જગજીતસિંઘ કેમ મહાન કલાકાર ગણાય છે ?
1967માં મુંબઈના એક રેકોર્ડિંગ સ્ટુડિઓમાં સંગીતકાર અજિત મર્ચન્ટ અને સાઉન્ડ રેકોડિસ્ટ મીનું કાત્રક વચ્ચે વાતચીત ચાલી રહી છે.
અજિતભાઈ આ ગીત કોણ ગાવાનું છે ?
બેન તમે નહીં ઓળખોન એણે છે એક જગજીત કરીને પંજાબી જુવાન
તમારું બહુ મોટું દુઃખ છે ભાઈ'
ગમે તેને લાવીને મારી સામે ઊભો કરી દો છો?
શુ નામ કહ્યું? જગજીત ? ક્યાંથી પકડી લાવ્યા ભાઈ?
જૂનાગઢના એક અભણ પણ ધુની અને કલારસિક જીવ શ્રી શિવલાલ તન્ના જે આમ તો કરીયાનાના વેપારી હતા .તેમને ગુજરાતની ભવાઈ કલા પર આધારિત " બહુરૂપી " નામની પ્રથમ ગુજરાતી આર્ટ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું એ ફિલ્મમાં વેણીભાઈ પુરોહિત લિખિત એક ગીત " રામ ભજનની લાગણી" આ નવાસવા ગાયક તરીકે ઊભરી રહેલા પાઘડીધારી પંજાબી યુવાન જગજીતસિંઘ પાસે ગવડાવવાનું નક્કી કરેલું અજિતભાઈએ.
બહુ રકઝક પછી આખરે જગજીતસિંઘને અજિતભાઈના કહેવાથી કોઈ પણ સંગીત વગર આ ગીતનું મુખડું ગાવાનું કહેવામાં આવ્યું અને જગજીતસિંઘે પોતાના ઘેરા અવાજમાં " લાગી" શબ્દ સાથે જે સુર લગાડ્યો એ સાંભળીને મીનુબેન તો સ્તબ્ધ થઈ ગયાં ને બોલી ઉઠ્યા અજિતભાઈ આવો અવાજ આજ પહેલા સાંભળ્યો નથી .
રાજસ્થાનના શ્રીગંગાનગરથી માત્ર 25 વરસની ઉંમરે ગાયક તરીકે કારકિર્દી જમાવવાના સપના લઈ આવનાર જગજીતને આપના ' તારી આંખનો અફીણી " વાલા ગુજરાતી સંગીતકાર અજિતભાઈ મર્ચન્ટ કોઈ ખાનગી બેઠકમાં સાંભળીને ખુશ થઈ ગયા હતા ને પોતે જે ગુજરાતી ફિલ્મ " બહુરૂપી " માં સંગીતકાર હતા તે ફિલ્મમાં જગજીતે ગીત ગાવાની તક આપી .આ " બહુરૂપી" ને સંગીત સહિત સાત સાત એવોર્ડ મળ્યા હતા
આ પછી પણ અજિતભાઈએ જગજીતને" ધરતીના છોરું" ફિલ્મમાં વેણીભાઈ લિખિત યુગલ ગીત " ઘનશ્યામ ગગનમાં" સુમન કલ્યાણપુર સાથે ગાવાની તક આપી
પછી ધીમેં ધીમે જગજીત ખુબ જ સફળ થયા સફળતાની ટોચે પહોંચ્યા પણ અજિતભાઈના ઉપકારને ભુલ્યા નહીં.
એક મુલાકાતમાં અજિતભાઈ આ વાત કરતા કરતા ભાવુક થઈ ગયા હતા જગજીતની વાત તો શું કરું? 2001 માં મને અચાનક જગજીતનો ફોન આવ્યો.એક સેવન સ્ટાર હોટલમાં " માય લાઈફ સ્ટોરી " વિશે મારો કાર્યક્રમ છે અને તમને ભાભી સાથે ચોક્કસ આવવાનું છે .
અજિતભાઈ વધુમાં જણાવે છે કે હું અને મારા પત્ની બન્ને ત્યાં ગયા લગભગ 4 હજારનું ઓડિયન્સ હશે જેમાં મોટે ભાગે ફિલ્મ સ્ટાર્સ ઉદ્યોગપતિઓ અને મોટા ગજાના કલાકારો હાજર હતા .
કાર્યકમ શરૂ થયો જગજીતે એક ગઝલ રજુ કરી પોતાની જિંદગી વિશે વાત કરતા જણાવ્યું કે મુંબઈમાં મારા શરૂઆતના સંઘર્ષના એ દિવસો દરમિયાન હું જ્યારે ગાયકીમાં નવોસવો હતો તે વખતે એક ગુજરાતી સંગીતકારે મારો હાથ પકડ્યો અને આખા હાઉસફુલ ઓડિયન્સ વચ્ચે જગજીતે મોટા અવાજે બુમ પાડી ."અજિતભાઈ કહા હો આપ" આ ગ્લેમર ભરેલી મહેફિલમાં હું અને મારા પત્ની બન્ને સાવ છેલ્લે બેઠા હતા જગજીતે ફરી બુમ પાડી એટલે મેં હાથ ઊંચો કર્યો તો જગજીત સ્ટેજ પરથી નીચે ઉતરીને આવ્યા અને મારો હાથ પકડી સ્ટેજ પર ઊભો રાખીને મને ગળે વળગાડી લીધો .તે વખતે અમારી બન્નેની આંખોમાંથી આસુની ધારા વહી રહી હતી આખું ઓડિયન્સ સ્તબ્ધ હતું
મહાન કલાકારો આમને આમ નથી બનતા એમની વાતચીત વાણી વર્તન વ્યવહાર એમને મહાન બનાવે છે..
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
Information