અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયાના દેવધરીમાં મકાનને નિશાન બનાવનાર બેની ધરપકડ

વીંછિયાના દેવધરીમાં મકાનને નિશાન બનાવનાર બેની ધરપકડ

● એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજના આધારે મોઢુકામાંથી ઝડપી લીધા

વીંછિયા તાલુકાના દેવધરી ગામે રહેતા સુરેશભાઈ વિરજીભાઈ મુળીયા સહિતના પરિવારજનો ગત શુક્રવારે સવારે તેમના મકાનને તાળાં મારી તેમની વાડીએ કામ સબબ ગયા હતા. 
બાદમાં બપોરના 2 વાગ્યા આસપાસ અજાણ્યા તસ્કરોએ તે બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રહેલી બે પ્લાસ્ટિકની સુટકેસ હાથમાં લઈને નાસી છૂટ્યા હતા.

આ બનાવ અંગે મકાન માલિકના પુત્રએ તેમના મકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવના પગલે એલસીબીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ચોરીને અંજામ આપનાર અજાણ્યા તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

બાદમાં એલસીબીની ટીમે આ ચોરીને અંજામ આપનારા ગોપાલ ઉર્ફે ડગુડો જેશીંગભાઈ વણોદીયા (ઉ.વ.22) અને અજય ઉર્ફે બોળીયો જેન્તીભાઈ ઝાપડીયા (ઉ.વ.20) ને તાલુકાના મોઢુકા ગામેથી ઝડપી લીધા હતા 

અને એક બાઈક કિંમત રૂ.25,000 તથા એક મોબાઈલ કિંમત રૂ.5000 અને રોકડ રકમ રૂ.5000 મળી કુલ રૂ.35,000 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એક ગોંડલ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, પકડાયેલ આરોપી અજય ઉર્ફે બોળીયો જેન્તીભાઈ ઝાપડીયા અગાઉ પણ ગોંડલ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. 

હાલ વીંછિયા પોલીસે દેવધરીના સુરેશભાઈ વિરજીભાઈ મુળીયા ની ફરિયાદના આધારે બન્ને તસ્કરોને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય આરોપીની પૂછપરછ આરંભી તેની ક્રાઇમ કુંડળી કઢાવવા પોલીસે સઘન તજવીજ શરૂ કરી છે.
વધુ નવું વધુ જૂનું